SBIના 44 કરોડ ગ્રાહકો માટે મોટા સમાચાર, ફટાફટ કરી લો આ કામ નહીતર બેન્કના કામ અટકી જશે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.12-06-2021

જો તમે SBIના ગ્રાહક છો તો તમારા માટે આ મહત્વના સમાચાર છે. તમારા બેન્કના કોઇ પણ કામ ન અટકે તેના માટે આ કામ ઝડપથી કરી લેજો.

30 જૂન સુધી તમારે પાનકાર્ડને આધાર સાથે લિંક કરાવી લેવું પડશે નહીતર તમારા ખાતામાં રહેલા પૈસા પણ તમે નહી ઉપાડી શકો. 30 જૂન બાદ તમે પાનકાર્ડને આધાર સાથે લિંક કરાવો છો તો 1000 રૂપિયાનો દંડ ભરવો પડશે.ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે પેન કાર્ડને આધારકાર્ડ સાથે લિંક કરવાની છેલ્લી તારીખ 30 જૂન 2021 નક્કી કરી છે. જો તમે 30 જૂન સુધી આવું નહી કરો તો તમારુ પાનકાર્ડ નિષ્ક્રિય થઇ જશે અને બાદમાં તમે જ્યારે રિએક્ટિવેટ કરાવવા જશો તો 1000 રૂપિયા દંડ આપવો પડશે.

બેન્કે કર્યુ ટ્વિટ: બેન્કે આ વાત પર ટ્વિટ કર્યુ છે અને કહ્યું છે કે અમે પોતાના ગ્રાહકોને સલાહ આપીએ છીએ કે, કોઇ પણ અસુવિધાથી બચવા માટે પાનકાર્ડને આધારથી લિંક કરાવી દો અને બેન્ક સેવાનો આનંદ લેતા રહો.

આ રીતે કરો પૅન કાર્ડને આધાર સાથે લિંક: સૌથી પહેલા ઇન્કમ ટેક્સની ઓફિશીયલ સાઇટ પર જાઓ અને લિંક આધાર પર ક્લિક કરો

બાદમાં ક્લિક હિયર પર ક્લિક કરો અને નીચે આપેલા બોક્સમાં પૅન, આધાર નંબર અને આપેલ કેપ્ચા ટાઇપ કરો દરેક બોક્સને ભર્યા બાદ લિંક આધાર પર ક્લિક કરો આ પ્રોસેસમાં નામ કે નંબરમાં કોઇ પણ પ્રકારની ભૂલ ન કરશો.

આ સિવાય પૅન સેન્ટર જઇને પણ આધાર સાથે લિંક કરાવી શકાય છે. જેના માટે 25 રૂપિયાથી લઇને 110 રૂપિયા સુધી પૈસા લાગી શકે છે.

લિંક ન થવા પર પૅનકાર્ડ થઇ જશે ઇનવેલિડ: પૅન કાર્ડને આધારકાર્ડ સાથે લિંક કરવું જરૂરી છે જો તમે લિંક નહી કરાવો તો તમારા પૅન કાર્ડને ઇનવેલિડ કરી દેવામાં આવશે. જો આવું થશે તો તમારા ઘણા બધા કામ અટકી જવાની સંભાવનાઓ વધી જશે. તમારી પાસે પૅન કાર્ડ હોવા છતાં તમે કોઇ જ કામ નહી કરી શકો.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો