Home Blog Page 1132

G7 દેશો વચ્ચે ઐતિહાસિક કરાર, Google-Facebook જેવી કંપનીઓ પર પડશે મોટી અસર

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.06-06-2021

USA, બ્રિટન સહિત G7 સમૂહના તમામ દેશો એક ઐતિહાસિક ડીલ (Historical Agreement) કરવા જઈ રહ્યા છે. આ ડીલ ગૂગલ, એપ્પલ, ફેસબુક, જેવી મલ્ટિનેશનલ કંપનીઓ પર ઊંચા વૈશ્વિક કર અંગે છે. જે હેઠળ આ કંપનીઓ પર 15 ટકા કોર્પોરેટ ટેક્સ લગાવવામાં આવશે. તમામ દેશો વચ્ચે આ અંગે સહમતિ બની ગઈ છે અને ડીલ પર 11થી 13 જૂન વચ્ચે કોર્નવાલ (Cornwall) માં હસ્તાક્ષર થશે.

અનેક વર્ષોથી ઉઠતી હતી માગણી

ગેઝેટ્સ 360 ડિગ્રીમાં પ્રકાશિત એક રિપોર્ટ મુજબ લંડનમાં થયેલી બેઠકની અધ્યક્ષતા કર્યા બાદ બ્રિટનના નાણામંત્રી ઋષિ સુનક (Rishi Sunak) એ કહ્યું કે, ‘G-7 સમૂહના દેશોના નાણામંત્રીઓએ ગ્લોબલ ટેક્સ સિસ્ટમમાં સુધાર કરવા માટે ઐતિહાસિક કરાર પર સહમતિ વ્યક્ત કરી દીધી છે. બ્રિટન લાંબા સમયથી ટેક્સમાં આ સુધારાની માગણી કરી રહ્યું હતું. જેનાથી બ્રિટનના કરદાતાઓને મોટું ઈનામ મળશે. આ સાથે જ એ સુનિશ્ચિત પણ થશે કે તમામ કંપનીઓ યોગ્ય સ્થળ પર જ કરની ચૂકવણી કરે.’

કંપનીઓએ પર્યાવરણ પર થનારી અસર જણાવવી પડશે

જી7 દેશોના નાણામંત્રીઓ વચ્ચે એ મુદ્દે સહમતિ બની ગઈ છે કે હવે કંપનીઓએ તે પર્યાવરણ અસરો અંગે પણ જણાવવું પડશે જેની પાછળ તેઓ જવાબદાર છે. જેથી કરીને રોકાણકારો સરળતાથી નિર્ણય લઈ શકે કે તેમને એ કંપનીઓને ફંડિંગ કરવાનું છે કે નહીં. અત્રે જણાવવાનું કે જી7 સમૂહમાં બ્રિટન, અમેરિકા, કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઈટાલી અને જાપાન છે.

G7 Cornwall માં લાગશે મહોર

નાણામંત્રીઓની આ બેઠક જી7ના નેતાઓના વાર્ષિક શિખર સંમેલન પહેલા થઈ. આ કરાર પર જી7ની શિખર બેઠકમાં મહોર લાગશે. શિખર સંમેલન બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જ્હોન્સનની અધ્યક્ષતામાં કોર્નવાલ (Cornwall)માં 11-13 જૂન સુધી યોજાશે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

હવે વંથલીની કેસર કેરી આવી બજારમાં, વાવાઝોડાને કારણે કિંમતમાં થયો ઘટાડો

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.06-06-2021

હવે કેસર કેરીની સિઝન પૂરી થવા પર છે. દર વર્ષે બજારમાં છેલ્લે આવતી વંથલીની કેસર કેરીની આવક હવે શરૂ થઈ ગઈ છે. પરંતુ વાવાઝોડાને કારણે તેના ઉત્પાદન અને ભાવ પર મોટી અસર પડી છે. 

જુનાગઢના વંથલી યાર્ડમાં કેસર કેરીની આવક શરૂ થઈ ગઈ છે. કેરીની સિઝન દરમિયાન વંથલીની કેસર કેરી સૌથી છેલ્લે બજારમાં આવે છે અને દરરોજ પાંચ થી સાત હજાર બોક્સ કેરીની આવક થાય છે. તાજેતરમાં આવેલા તૌકતે વાવાઝોડાને કારણે વંથલીની કેસર કેરીને ભારે નુકશાન થયું છે અને કેરીની આવક તથા ભાવ બન્ને પર વાવાઝોડાની અસર જોવા મળી છે. બાગાયતી ખેડૂતોને હજુ સુધી નુકશાનીનું કોઈ વળતર નહીં મળતાં નારાજગી વ્યક્ત કરી રહ્યા છે.

ફળોના રાજા ગણાતી કેસર કેરી તેના સ્વાદ માટે જગ વિખ્યાત છે. તેમાં પણ જુનાગઢની કેસર કેરી તેના સ્વાદ અને તેની સોડમથી લોકપ્રિય છે. જો કે હવે તો સૌરાષ્ટ્ર સહીત સમગ્ર રાજ્યમાં કેસર કેરીનું ઉત્પાદન થાય છે પરંતુ જૂનાગઢ આસપાસની તાલાળા ગીર અને વંથલીની કેસર કેરી ખુબ જ જાણીતી છે.

ઉનાળો શરૂ થતાં બજારમાં કેસર કેરીનું આગમન થાય છે અને લગભગ ચોમાસાં સુધી કેરી બજારમાં જોવા મળે છે. આ સમગ્ર કેરીની સિઝન દરમિયાન વંથલીની કેસર કેરી સૌથી છેલ્લે બજારમાં આવે છે એટલે હવે જ્યારે વંથલીની કેરી બજારમાં આવી ગઈ છે. મતલબ કે કેરીની સિઝન પૂર્ણ થવામાં છે. વંથલીની કેરી બજારમાં આવી ગયા પછી લગભગ કોઈ કેરી બજારમાં આવતી નથી અને કેરીની સિઝન પૂરી થઈ જાય છે.

વંથલી યાર્ડમાં કેસર કેરીની આવક શરૂ થઈ છે અને દરરોજ અંદાજે પાંચ થી સાત હજાર બોક્સની આવક થાય છે અને ભાવ 300 રૂપીયા થી લઈને 600 રૂપીયા પ્રતિ બોક્સ સુધીના રહે છે. વંથલીની કેરી સ્વાદમાં મીઠી હોય છે અને વ્યાજબી ભાવની હોય છે. તેથી તેની માંગ રહે છે. પરંતુ ચાલુ વર્ષે તૌકતે વાવાઝોડાને લઈને વંથલી યાર્ડમાં કેરીની આવક અને ભાવ બન્ને પર અસર જોવા મળી છે. જ્યાં સામાન્ય સિઝનમાં દરરોજ 20 થી 25 હજાર બોક્સની આવક થતી હતી ત્યાં આજે પાંચ થી સાત હજાર બોક્સની આવક થઈ છે આમ આવકમાં ઘટાડો થયો છે. કારણ કે વાવાઝોડામાં ભારે પવનના કારણે મોટા ભાગની કેરીઓ ઝાડ પરથી ખરી ગઈ હતી. તેની સામે કેરીના ફળને પણ નુકશાન થયું છે અને ભાવમાં પણ માર પડ્યો છે, 400 થી 700 રૂપીયાના ભાવ નીચે ઉતરી જતાં 300 થી 600 રૂપીયા થઈ ગયા છે.

આમ કેસર કેરીના ખેડૂતો અને વેપારીઓ બન્નેને નુકશાની વેઠવાનો વારો આવ્યો છે તેમ છતાં જે સ્થિતી છે તેનો સ્વીકાર કરીને વેપાર ચાલી રહ્યો છે. પરંતુ બાગાયતી ખેડૂતોને હજુ સુધી કેરીની થયેલી નુકશાનીનું કોઈ વળતર નહીં મળતાં નારાજગી પણ જોવા મળી રહી છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

પાવરબેન્કનો ઉપયોગ કરનારા ચેતજો, બ્લાસ્ટ થતાં યુવકનું મોત, પાવરબેન્ક માટે રાખજો આટલું ધ્યાન

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.06-06-2021

જો તમે મોબાઈલ ચાર્જ કરવા માટે પાવરબેન્કનો ઉપયોગ કરી રહ્યા છો તો ચેતી જજો.  કારણ કે મધ્યપ્રદેશમાં એક એવી ઘટના બની છે. તે જાણીને લોકો ચોંકી ગયા છે. આજકાલ ઈલેક્ટ્રોનિક વસ્તુઓનું ચલણ વધતું જાય છે, ત્યારે ઈલેક્ટ્રોનિક વસ્તુની કેટલીક મર્યાદાને કારણે લોકોએ સહન કરવું પડે છે.

જો તમે મોબાઈલ ચાર્જ કરવા માટે પાવરબેન્કનો ઉપયોગ કરી રહ્યા છો તો ચેતી જજો.  કારણ કે મધ્યપ્રદેશમાં એક એવી ઘટના બની છે. તે જાણીને લોકો ચોંકી ગયા છે. આજકાલ ઈલેક્ટ્રોનિક વસ્તુઓનું ચલણ વધતું જાય છે, ત્યારે ઈલેક્ટ્રોનિક વસ્તુની કેટલીક મર્યાદાને કારણે લોકોએ સહન કરવું પડે છે.

આજકાલ લોકો મોબાઈલનો (Mobile) વધારે પ્રમાણમાં ઉપયોગ કરે છે અને તેને કારણે જ પાવરબેન્કનું ચલણ આજકાલ વધ્યું છે. મહત્વપૂર્ણ છે કે પાવરબેન્કની અંદર રિચાર્જબલ બેટરી (Rechargeable battery) હોય છે. જેને કારણે મોબાઈલની બેટરીમાં ફાસ્ટ ચાર્જિગ થઈ શકે છે.

મધ્યપ્રદેશના ઉમરિયા જિલ્લામાં પાવરબેન્ક બ્લાસ્ટ (Blast) થવાની ઘટના બની છે. છપરોડા ગામમાં મોબાઈલ ચાર્જ (Mobile Charge) દરમિયાન અચાનક પાવરબેંક બ્લાસ્ટ થતા યુવકનું મોત થયું છે. આ બ્લાસ્ટ એટલો ભયાનક હતો કે,ઘરના છાપરા પણ ઉડી ગયા હતા. સામાન્ય રીતે પાવરબેન્કની સર્કિટ ડિઝાઈન (Circuit design) યોગ્ય ન હોવાથી આ પ્રકારની ઘટના બનતી હોય છે.

શું રાખશો સાવચેતી ?

1) પાવરબેન્કને ગરમ સ્થાન (Hot Place) પર ન રાખો.

2) પાવરબેન્કની બેટરી ડાઉન (Battery Down) થાય એ પહેલા ચાર્જિંગ કરો.

3) પાવરબેન્કને ઓવરહિટ (Overhit) હોય ત્યારે મોબાઈલનું ચાર્જિંગ ન કરો.

4) પાવરબેન્કમાં કોઈ ખામી સર્જાય તો તેનો યોગ્ય નિકાલ કરો.

5) વધારે ગરમી કે ભેજવાળા વાતાવરણમાં પાવરબેન્કનો ઉપયોગ કરવાનું ટાળો.

પાવરબેન્કને ખરીદતી વખતે પણ ધ્યાન રાખવું જરૂરી છે. મોટાભાગે મોબાઈલની બેટરી કરતાં વધારે કેપેસિટી (Capacity) ધરાવતી પાવરબેન્ક ખરીદવાનો આગ્રહ રાખવો. ઉપરાંત મલ્ટિપલ કનેક્શન (Multiple connection) ધરાવતી પાવરબેન્ક હોય તો પાવર બેન્કને બ્લાસ્ટ થતી અટકાવી શકાય છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

મોઢેરા સૂર્ય મંદિર હવે સૌર ઉર્જાથી ઝળહળશે, 69 કરોડના ખર્ચે તૈયાર થનાર દેશનો પ્રથમ પ્રોજેકટ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.06-06-2021

મોઢેરા ખાતે બંધાયેલા સૂર્ય મંદિર (Sun Temple, Modhera)ને સૌર (Solar) ઉર્જાથી પ્રજ્વલિત કરવાનો નવતર પ્રોજેક્ટ ગુજરાત સરકાર તેમજ કેન્દ્રના સહયોગથી થઈ રહ્યો છે. જે આ મહિના સુધીમાં પૂર્ણ કરવાનો ટાર્ગેટ છે.

સૂર્ય દેવની આરાધના માટે રાજા ભીમદેવ પહેલાના દ્વારા 11મી સદીમાં મહેસાણા જિલ્લાના અને બહુચરાજી તાલુકાના મોઢેરા ખાતે બંધાયેલા સૂર્ય મંદિર (Sun Temple, Modhera)ને સૌર (Solar) ઉર્જાથી પ્રજ્વલિત કરવાનો નવતર પ્રોજેક્ટ ગુજરાત સરકાર તેમજ કેન્દ્રના સહયોગથી થઈ રહ્યો છે. જે આ મહિના સુધીમાં પૂર્ણ કરવાનો ટાર્ગેટ છે. બાદમાં વડાપ્રધાન મોદીના હસ્તે આ પ્રોજેક્ટનું લોકાર્પણ થશે.

મોઢેરા સૂર્ય મંદિર સહિત મોઢેરા ગામ હવે સૌર ઉર્જાથી ઉર્જામય થવાની તૈયારીમાં છે. અહીં સૌર ઉર્જા પ્લાન્ટ તૈયાર થઈ રહ્યો છે. જેની વિશેષતા એ છે કે બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ બીઈએસએસ ધરાવતા પ્રોજેક્ટમાં ઉત્પાદિત સોલર એનર્જીનો ઉપયોગ રાત્રે પણ થશે.

ભારતમાં પહેલીવાર આ પ્રકારની ટેકનોલોજીનો ઉપયોગ થઈ રહ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. રૂ. 69 કરોડના કુલ ખર્ચ ધરાવતો આ પ્રોજેક્ટ રાજ્ય સરકારની નોડલ એજન્સી ગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડ દ્વારા મહિન્દ્રા જૂથની કંપની મહિન્દ્રા સસ્તેન પ્રાઈવેટ લિમિટેડનો છે. જેને દક્ષિણ કોરિયાથી ટેકનોલોજી આયાત કરી છે.

સૂર્ય મંદિરથી ત્રણ કિલોમીટર દૂર સુજાનપુરા ખાતે રાજ્ય સરકારે બાર એકર જમીન ફાળવી છે. જ્યાં જમીનમાં ઉપર સોલર ફોટોવોલ્ટેઈક પેનલ લગાવી ત્રણ મેગાવોટ એક એવા બે યુનિટ મેગા વોટની ક્ષમતાવાળા પ્રોજેક્ટ ઊભા થશે. સાથે સાથે લીથીયમ બેટરીવાળી બીએસએસ ટેકનોલોજી સર્જાશે. અહીં ઉત્પાદિત સોલર એનર્જી મોઢેરા ગામના કુલ 1,610 ઘરને તથા સૂર્ય મંદિરને દિવસ-રાત સૌર ઊર્જા પૂરી પાડવામાં આવશે.

કુલ ઘરો પૈકીના 271 ઘર ઉપર એક એક કિલો વોટની રુફટોપ સિસ્ટમ પણ લાગી રહી છે, જે વીજળી ઘર માલિકો ગ્રેડમાં વહેંચી પણ શકશે. જેને માટે સ્માર્ટ મીટર પણ લાગશે કેન્દ્રના બિન પરંપરાગત ઉર્જા પર પ્રભાવ કે આ પ્રોજેક્ટ માટે 50 ટકા લેખે રૂપિયા 32.5 કરોડ ફાળવ્યા છે. જ્યારે સૂર્ય મંદિર આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઈન્ડિયા હસ્તક હોવાથી તેની પરમિશન મેળવી છે અને મંદિરના પરિસરમાં પાર્કિંગ પ્લોટ ખાતેથી સમગ્ર સિસ્ટમ ઓપરેટ થશે.

અત્યારે મોઢેરા ગામ વાસીઓની તથા મંદિરની વીજળીની જરૂરિયાત કલાક દીઠ માત્ર દસ હજાર યુનિટ છે. પરંતુ ભવિષ્યની જરૂરિયાતો ધ્યાને રાખી કલાક 150 લાખ યુનિટ વીજ ઉત્પાદન આ પ્રોજેક્ટમાં થશે. ગત બુધવારે મંત્રીમંડળની બેઠક સાથે સચિવોની સમિતિની બેઠકમાં રાજ્યના 30થી 35 જેટલા મોટા પ્રોજેક્ટની સમીક્ષા મુખ્ય સચિવ અનિલ મુકીમ દ્વારા કરાઈ હતી.

જેમાં મોઢેરા સૂર્ય મંદિરના સોલર પ્રોજેક્ટની પણ વિસ્તૃત ચર્ચા થઈ હતી. આ બધા મોટા પ્રોજેક્ટો અંગે ઝડપી પાર પાડવા માટે અનિલ મૂકીમે અધિકારીઓને સૂચના પણ આપી છે. સૂર્ય મંદિર અને સૌર ઉર્જાના અનોખા સંગમનો સમન્વય મોઢેરા ખાતે થવા જઈ રહ્યો છે, જેને લઈ મોઢેરા સૂર્ય મંદિર હવે દિવસ રાત સૌર ઉર્જાથી ઝળહળશે તેમજ મોઢેરા પ્રથમ સોલર વિલેજ પણ બનશે. ભારતના પ્રથમ સૌથી મોટા સૂર્ય ઉર્જા પ્રોજેક્ટનું કામ મોઢેરાને મળતા મોઢેરાના ગ્રામજનો સહિત બહુચરાજી તાલુકા વાસીઓ આભાર વ્યક્ત કરી રહ્યા છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

મોરબી જિલ્લામાં સોમવારથી કોરોના વેક્સીનના સ્થળોમાં બદલાવ કરાશે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.06-06-2021

રાજ્ય સરકારની સુચના મુજબ મોરબી જીલ્લાના ૧૮ થી ૪૪ વયના નાગરિકોને વેક્સીન આપવાનું શરુ કરાયું છે જેમાં મોરબી જિલ્લાના દરેક ગામના લોકોને ગામથી નજીકના સ્થળોએ કોરોના વેક્સીન મળી રહે તેવા હેતુથી રસીકરણ સ્થળોમાં અંશત ફેરફાર કરેલ છે જેથી તા. ૦૭ ને સોમવારથી જીલ્લાના ૧૫ સ્થળોએ વેક્સીન આપવામાં આવશે જેની યાદી આ મુજબ છે

મોરબી તાલુકામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લાલપર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આમરણ, પેટા આરોગ્ય કેન્દ્ર રાજપર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભરતનગર, સામુહિક આરોગ્ય કેન્દ્ર જેતપર (મ), સિવિલ હોસ્પિટલ મોરબી, સંસ્કાર ઇમેજિંગ સેન્ટર મોરબી, લીલાપર રોડ અર્બન હેલ્થ સેન્ટર (પરષોતમ ચોક) તેમજ ટંકારા તાલુકામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નેસડા (ખા), પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લજાઈ, માળિયા તાલુકામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાખરેચી, વાંકાનેર તાલુકામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઢુવા અને સબ ડીસ્ટ્રીકટ હોસ્પિટલ વાંકાનેર અને હળવદ તાલુકામાં સબ ડીસ્ટ્રીકટ હોસ્પિટલ હળવદ અને પીએચસી ટીકર (રણ) સહિતના સ્થળે વેક્સીન કામગીરી કરાશે જેથી યુવાનોએ રસી મુકાવવા આરોગ્ય અધિકારીએ અપીલ કરી છે

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

LATEST NEWS

error: Content is protected !!