ફેસબુક મેસેન્જરમાં આવ્યા મજેદાર ફીચર્સ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.12-06-2021

આજના જમાનામાં સોશિયલ મીડિયા એટલે લોકો માટે એક પ્રકારનો ખોરાક. માણસ જેમ ખોરાક વગર નથી રહી શકતો તેમ તેને હવે સોશિયલ મીડિયા વગર રહેવું મુશ્કેલ લાગી રહ્યુ છે. આ ટેકનોલોજીના યુગમાં દિવસે દિવસે અવનવી ટેકનોલોજી અને ફીચર માર્કેટમાં આવી રહ્યા છે. ત્યારે હવે ફેસબુક મેસેન્જરનો ઉપયોગ કરનારા લોકોને હવે ત્રણ નવી સુવિધાઓ પણ મળશે. ફેસબુક મેસેન્જર દ્વારા ત્રણ નવા ફીચર લોન્ચ કરવામાં આવશે. આ ફીચરમાં QR Codeની સાથે પેમેન્ટ, ક્વિક રિપ્લે બાર અને નવી ચેટ થીમને પણ સામેલ કરવામાં આવી છે. જેનાથી ફેસબુક મેસેન્જરનો ઉપયોગ વધારે મજેદાર થઈ જશે. તો આવો જાણીએ આ ત્રણેય નવા ફીચર વિશે.

અમેરિકામાં ફેસબુક મેસેન્જરથી પેમેન્ટ મોકલવાની સૂવિધા પહેલાથી જ ચાલુ કરી દેવામાં આવી છે. આ ફીચરનો ઉપયોગ કરીને યુઝર પોતાના મેસેન્જરથી QR Codeને સ્કેન કરીને કોઈ અન્ય વ્યક્તિને પૈસા ટ્રાન્સફરી કરી શકે છે. તેના માટે યુઝરે ફેસબુક અથવા તો નવી એપને ડાઉનલોડ કરવાની જરૂર પડશે નહીં. તેમનો ઉપયોગ કરવા માટે યુઝરે મેસેન્જર સેટિંગમાં ફેસબુક પે દ્વારા પોતાનો QR Codeને બીજા વ્યક્તિને મોકલવો પડશે. જેનાથી પૈસા મોકલી કે મેળવી શકાય છે.

મેસેન્જરના ક્વિક રિપ્લે ફીચરનો ઉપયોગ કરીને યુઝર પોતાની ચેટમાં મોકલવામાં આવેલા ફોટો અથવા તો વીડિયો ઉપર જલદીથી રિપ્લે કરી શકે છે. તેમનો ઉપયોગ માટે યુઝરે ફોટો અથવા તો વીડિયો ઉપર ટેપ કરવું પડશે જેનાથી ક્વિક રિપ્લે વિન્ડો ખુલશે.

ફેસબુકના મેસેજન્જર અને ઈંસ્ટાગ્રામ ઉપર નવી ચેટ થીમને સામેલ કરવામાં આવી છે. આ નવી થીમ્સમાં OLIVIAS ન્યૂ આલબમ, સાવર, વર્લ્ડ ઓસિયન ડેઝ અને F9 ચેટ થીમ સામેલ છે. આ થીમ્સનો ઉપયોગ કરવા માટે યુઝરે ચેટ સેટિંગ્સમાં જઈને મનપસંદ થીમ ઉપર ટેપ કરવું પડશે. તો આ ત્રણ ફિચર દ્વારા યુઝર વધારે સુવિધા મેળવી શકશે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો