હિંદુ ધર્મમાં મહાશિવરાત્રીનું વિશેષ મહત્વ છે. આ વર્ષે મહાશિવરાત્રી 8 માર્ચ 2024 શુક્રવારના રોજ આવી રહી છે. ત્યારે હાલ જૂનાગઢના ભવનાથમાં તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ભવનાથમાં તમામ દીવાલો ભગવા રંગથી રંગી દેવામાં આવી છે. ભવ્ય રંગરોગાન સાથે હાલમાં અહીં આવતા શ્રદ્ધાળુઓને કોઈ મુશ્કેલીઓ ન પડે તેનું ખાસ ધ્યાન રાખવામાં પણ આવી રહ્યું છે.
શહેરમાં મહાશિવરાત્રીનું પર્વ શરૂ થવાને હવે ગણતરીના દિવસો બાકી રહી ગયા છે. ત્યારે હાલ ભવનાથમાં તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ભવનાથમાં તમામ દીવાલો ભગવા રંગથી રંગી દેવામાં આવી છે. ભવ્ય રંગરોગાન સાથે હાલમાં અહીં આવતા શ્રદ્ધાળુઓને કોઈ મુશ્કેલીઓ ન પડે તેનું ખાસ ધ્યાન રાખવામાં પણ આવી રહ્યું છે.
હાલમાં તમામ ઉતારા મંડળ, અન્નક્ષેત્ર સહિતની તમામ તૈયારીઓ હાલ પૂર્ણતાને આરે છે. હાલ જૂનાગઢમાં આવતા દરેક શ્રદ્ધાળુઓ કોઈ તકલીફ વગર પોતાનો મેળો પૂર્ણ કરે, તેનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.
હાલમાં ભવનાથના મુખ્ય માર્ગો પર લાઇટિંગ, સ્વચ્છતા સહિત દરેક આયોજન હાથ ધરવામાં આવ્યા છે. ભવનાથ પ્રવેશ સહિત તમામ માર્ગોની સફાઈ હાથ ધરવામાં આવી છે.
ગઈકાલે મોટાભાગે દરેક સ્ટોલની હરાજી પૂર્ણ થઈ ગઈ છે. તમામ લોકો રોજગારી માટે આવી રહ્યા છે.
શિવરાત્રીના મેળાની તૈયારીઓ શરૂ થઈ ગયી છે, ત્યારે લોકમુખે એક વાક્ય મોઢે ચર્ચાઈ રહ્યું છે કે, આશરે લાખોની સંખ્યામાં ભાવિકો આવે છે, છતાં કોઈપણ પ્રકારની તકલીફ વગર આ મેળો સચવાઈ જાય છે. તમામ લોકો શાંતિથી મેળો પૂર્ણ કરી અને પરત ફરે છે.