મોરબી પુલ દુર્ઘટના: સીટના રિપોર્ટ પર શું કાર્યવાહી કરી: હાઈકોર્ટ

રાજય સરકારનો જવાબ મંગાયો

રાજકોટ: મોરબી પુલ દુર્ઘટનામાં ગુજરાત હાઈકોર્ટે આજે રાજય સરકાર પાસે એકશન ટેકન રિપોર્ટ માંગ્યો હતો. ગત વર્ષે દિપાવલીના દિનેજ બનેલી આ દુર્ઘટનામાં 134 લોકોના મોત થયા હતા તથા સેંકડો ઘાયલ થયા હતા જેમાં સુઓમોટો પીટીશન બાદ હાઈકોર્ટની સૂચનાથી સરકારે સ્પેશ્યલ ઈન્વેસ્ટીગેશન ટીમ રચી હતી જેનો રિપોર્ટ પણ સરકારને સુપ્રત કર્યો હતો.

આજે હાઈકોર્ટે આ એકશન ટેકન રિપોર્ટ પર સરકારે શું કાર્યવાહી કરી તેના પર જવાબ માંગ્યો છે. સીટ દ્વારા પણ રિપોર્ટમાં મૂળ રીપેરીંગ મરામત માટે આપવામાં થયેલી નબળી કામગીરી વિ. પર પ્રકાશ પાડયો હતો તો ઓરેવા કંપનીને જવાબદાર ગણાવી હતી.