દિવ્યક્રાંતિ મીડિયા પરિવારના મોભી અને દિવ્યદ્રષ્ટિ અખબારના માલિક અને તંત્રી “કિશનભાઈ બુધ્ધભટ્ટી” નો આજે જન્મ દિવસ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.2-5, દિવ્યદ્રષ્ટિ અખબારના માલિક અને તંત્રી એવા કિશનભાઇ બુધ્ધભટ્ટીનો આજે જન્મ દિવસ છે, અખબારી આલમ સાથે 40 વર્ષનો વિશાળ અનુભવ ધરાવતા કિશનભાઇનું અખબાર “દિવ્યદ્રષ્ટિ” એ જામનગર જિલ્લાના જોડિયા મુકામથી પ્રખર ધારાશાસ્ત્રી સ્વ.જગદીપભાઈ માંકડ સાથે શરુ કરેલ અને ટૂંકા ગાળામાં જ ખુબજ પ્રસિદ્ધ થયેલ આ અખબાર ધ્રોલ જોડિયા, મોરબી સહીત સમગ્ર સૌરાષ્ટ્રમાં નામ ગુંજતું થયું, પોતાની આગવી શૈલીથી તેમના તંત્રીલેખ વાંચવા લોકો ખુબ આતુરતાથી રાહ જોતા હોય છે, તેઓ કલમ ઉઠાવતા ત્યારે જાણે કે અર્જુને પોતાનું ધનુષ બાણ ચઢાવ્યું હોય તેમ ભ્રષ્ટ અધિકારીઓ થર થર કંપવા લગતા, તેઓ “સત્યને સહકાર, અસત્યને પડકાર” ના સુત્રથી નીડર, અને નિષ્પક્ષ પત્રકારિત્વનાં હર કોઈ ચાહક બની ગયા, તેઓના માદરે વતન એવા જોડિયાના વિકાસ માટે તેઓએ લોહીના આખરી બુંદ સુધી પ્રયાસ કર્યો, “જોડીયાની ઝંખના” નામનું પુસ્તક પ્રકાશિત કર્યું જેમાં સમગ્ર જોડિયા પંથકની દુર્દશા અને વિકાસની ઝંખનાની ભાવનાને ઉજાગર કરી હતી, જેની કેન્દ્ર સરકાર સુધી નોંધ લેવાયી હતી, જોડિયાના બંદરને ચાલુ કરવા માટે “જોડિયા વિકાસ સમિતિ” ની રચના કરી જોડિયાના આગેવાનોના સહકારથી તે સમયની કેન્દ્ર સરકારને દિલ્હી જઈ રજૂઆત કરી જોડિયાના અનેક પ્રશ્નોનું રોકેટ ગતિએ નિરાકરણ લાવવા પ્રયત્નશીલ રહ્યા, તેઓ માનવ સેવાને જ સાચો ધર્મ માને છે, તેઓના માનવતાવાદી સેવાકીય પ્રવૃત્તિથી લોક હ્યદયમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે એવા કિશનભાઇ બુધ્ધભટ્ટીનો આજે જન્મ દિવસ છે જેને અસંખ્ય લોકો તરફથી તેમના મોં.નં 7567683111 પર શુભેચ્છાનો ધોધ વરસી રહ્યો છે તે તેમની લોક્ચાહનાનું જ પ્રમાણ છે. તેમના ત્રણ પુત્રએ તેમના પત્રકારિત્વનાં સિદ્ધાંત અને ધર્મની ઉંડી સમજ સાથે રાધેશભાઈએ “ધ પ્રેસ ઓફ ઇન્ડિયા” મયૂરભાઈએ “લોકજવાલા” જયદેવભાઇએ “દિવ્યક્રાંતિ” પત્રકારિત્વ ક્ષેત્રે કારકિર્દીના ઉચ્ચતમ પાયદાન પર બિરાજમાન હોય તેમાં કિશનભાઈનું મુખ્ય યોગદાન છે, દિવ્યક્રાંતિ મીડિયા તેઓના ઉચ્ચ પત્રકારિત્વ ધર્મનું પાલન કરી તેમના આશીર્વાદથી મોરબી મુકામે ” દિવ્યક્રાંતિ” અખબાર શરુ કર્યું છે જેમાં પણ તેઓ માર્ગદર્શક બની “દિવ્યક્રાંતિ”ના પત્રકારીત્વથી દેશ સેવાના મુખ્ય ઉદ્દેશને સફળ કરવા અવિરત સેવા આપી રહ્યા છે, તેમના જન્મ દિવશે દિવ્યક્રાંતિ પરિવાર ખુબ ખુબ શુભેચ્છા સાથે દીર્ઘાયુની શુભકામના પાઠવે છે.

સંતાન તરીકે ઉભરેલા અન્ય મીડિયા “દિવ્યક્રાંતિ”, ધ પ્રેસ ઓફ ઇન્ડિયા, લોકજવાલા જેવા અખબારના મુખ્ય માર્ગદર્શક તરીકે

ઘરમાં રહો, સુરક્ષિત રહો, અને અન્યને પણ સુરક્ષિત કરો

લેટેસ્ટ ખબરોથી અપડેટ રહેવા નીચે આપેલ લિંક પરથી કોઈપણ એક વૉટ્સઍપ ગ્રુપની લિંક પર ક્લિક કરી ગ્રુપ જોઈન કરો.

GROUP LINK-04 DIVYAKRANTI NEWS B61

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63

GROUP LINK-07 DIVYAKRANTI NEWS B64

GROUP LINK-08 DIVYAKRANTI NEWS B65

GROUP LINK-09 DIVYAKRANTI NEWS B66

GROUP LINK-10 DIVYAKRANTI NEWS B67

GROUP LINK-11 DIVYAKRANTI NEWS B68

GROUP LINK-12 DIVYAKRANTI NEWS B69

GROUP LINK-13 DIVYAKRANTI NEWS B70