મોરબીમાં ચાલતી શ્રીરામ સે રાષ્ટ્રકથામાં અંજલીબેન આર્યકથાનું રસપાન કરાવશે

મોરબીમાં છેલ્લા ઘણા વર્ષથી કાર્યરત માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા ભારત માતા મંદિરનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે તેના લાભાર્થે મોરબીના આંગણે પ્રથમ વખત શ્રીમદ વાલ્મીકીકૃત રામકથા શ્રી રામ સે રાષ્ટ્રકથાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આજે રાતે અંજલીબેન આર્ય કથાનું રસપાન કરાવશે.

મોરબીના રવાપર તથા એસપી રોડની વચ્ચે અવધપુરી સનસિટી ગ્રાઉન્ડ ખાતે ગત તા 25 થી શ્રી રામ સે રાષ્ટ્રકથાનું આયોજન કરવામાં આવ્યું છે .

જેમાં આગામી 1 મે સુધી ચાલવાની છે આ કથામાં ડો. એન.પી. સિંહ (નિવૃત્ત આઈએએસ), સવજીભાઈ ધોળકીયા, ડો. જયંતિભાઈ ભાડેસિયા, નકલંક મંદિર બગથળાના મહંત દામજી ભગત, સ્વામી પરમાર્થદેવજી, મનસુખભાઈ સુવાગીયા સહિતના આગેવાનો આવ્યા હતા અને ત્યારે આજે મોરબીના લોકોને હરિયાણાના વેદ વિદુષી વક્તા અંજલીબેન આર્ય કથાનું મોરબીના લોકોને રસપાન કરાવશે અને આ કથા દરરોજ રાત્રે 8:30 થી 11:30 સુધી ચાલે છે જેથી કરીને કથાનો લાભ લેવા માટે આયોજકોએ જાહેર નિમંત્રણ આપેલ છે.