ઈસરોએ સેનાને ગિફ્ટ રૂપે આપ્યો Risat- 2BR1 સેટેલાઇટ

ચૂંટણી પરિણામની ગરમાગરમી વચ્ચે  ઈસરોની અદભુત સિદ્ધિ થોડી ઝાંખી પડી 

(દિવ્યક્રાંતિ ન્યુઝ), દેશમાં અત્યારે લોકસભા  ચૂંટણીનું પરિણામ આવતીકાલે  જાહેર થવાનું છે. જેના પર સૌની મીટ મંડાયેલી છે. ત્યારે આજે દેશની દેશની એક અદભુત  સિદ્ધિની ખબર ધૂંધળી પડી ગયી આજે ઈસરો દ્વારા રડાર ઇમેજિન્ગ સેટેલાઇટ (RISAT-BR 1) નું શ્રી હરિકોટા અંતરિક્ષ કેન્દ્રથી પ્રક્ષેપણ કર્યું આ  સેટેલાઇટથી દુશ્મનો પાર નજર રાખવા ઉપરાંત ડિઝાસ્ટર સમયે ચોક્કસ આંકડા મેળવવા ઇસરોને મદદ કરશે।

સૂત્રએ જણાવ્યું કે, Risat- 2BR1 નામનો આ સેટેલાઇટ અગાઉના Risat સેટેલાઇટ્સથી વધુ એડવાન્સ છે. આ સેટેલાઇટની સાથે સિન્થેટિક અપર્ચર રડાર (SAR) ઇમેજરને પણ મોકલવામાં આવ્યો છે. જોકે, તે જોવામાં બિલકુલ અગાઉના Risat સેટેલાઇટ્સની જેમ જ દેખાય છે. તેમાં નજર રાખવાની અને તસવીરો ખેંચવાની ક્ષમતામાં SARના કારણે વધારો કરવામાં આવ્યો છે.

રીસેટનું X બેન્ડ સિન્થેટિક અપર્ચર રડાર (SAR) આ સેટેલાઇટનો દિવસે જ નહીં પરંતુ રાતમાં પણ સ્પષ્ટ તસવીર લેવા અને તમામ હવામાનમાં આવું કરી શકવાની ક્ષમતા આપે છે. આ રડાર ઘેરા વાદળોને ભેદી શકે છે અને 1 મીટર દૂરથી કોઈ વસ્તુની તસવીર લઈ શકે છે. એટલું જ નહીં પરંતુ જો બે વસ્તુઓ માત્ર 1 મીટર દુર રાખવામાં આવે તો બંનેની અલગ-અલગ ઓળખ પણ કરી શકે છે. 

સર્જિકલ સ્ટ્રાઇકમાં આવશે કામ

રીસેટ સીરીઝનો અગાઉનો સેટેલાઇટ 2016માં થયેલી સર્જિકલ સ્ટ્રાઇકમાં કામ આવ્યો હતો. આ ઉપરાંત આ વર્ષે ફેબ્રુઆરીના અંતમાં બાલાકોટમાં થયેલી એરસ્ટ્રાઇકમાં પણ કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં આ સેટેલાઇટના કારણે ભારતની ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં પણ સુધાર થયો હતો. આ સેટેલાઈટથી અંતરિક્ષમાં  ભારતની તાકાત માં ગુણાકારમાં વધારો કરશે।