ભારત બાદ હવે ઈરાન પણ કરી શકે છે પાકિસ્તાન પાર સર્જીકલ સ્ટ્રાઇક

ભારત બાદ હવે ઇરાન દ્વારા પણ પાકિસ્તાનને આંતકવાદી સંગઠનો વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે ચેતાવણી આપી દીધી છે, કારણ કે પાકિસ્તાન આતંકવાદને ડામવામાં નિષ્ફળ સાબિત થયું છે. 14 ફેબ્રુઆરીના રોજ કાશ્મીરના પુલવામા જિલ્લામાં થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં ભારત દ્વારા પાકિસ્તાન પર એર સ્ટ્રાઇક કરવામાં આવી હતી. એક રિપોર્ટ મુજબ આ એર સ્ટ્રાઇકમાં જૈશ-એ-મહોમ્મદના કેમ્પમાં ભારે નુકસાન થયું હતું.

ભારત દ્વારા કરવામાં આવેલી આ એર સ્ટ્રાઇક બાદ ઇરાન દ્વારા પણ પાકિસ્તાન પર દબાવ બનાવવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. અગાઉ પણ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અલગ-અલગ ભાષણમાં કહીં ચૂક્યા છે કે પાકિસ્તાન તેમની ધરતી પર આતંકવાદને પ્રોત્સાહન આપી રહ્યું છે.

પ્રાપ્ત અહેવાલ મુજબ આઇઆરજીસી કુર્દ સેનાના પ્રમુખ જનરલ કાસિમ સોલેમાનીએ પાકિસ્તાની સરકાર અને ત્યાંની સરકારને ચોખ્ખા શબ્દોમાં ચેતવણી આપી દેવામાં આવી છે. આ મામલે પાકિસ્તાનને સવાલ કરતા સોલેમાની જણાવે છે કે હું પાકિસ્તાનની સરકારને સવાલ પૂછી રહ્યો છું કે તેઓ કઇ તરફ જઇ રહ્યા છે. બધા જ પાડેશી દેશની સરહદ પર તમે અશાંતિ ફેલાવી રાખી છે. હવે કોઇ એવો પાડોશી દેશ બાકી રહ્યો છે કે જ્યાં તમે અશાંતિ ફેલાવવાનું બાકી રહી ગયું હોય?

જણાવી દઇએ કે 13 ફેબ્રુઆરીના રોજ બલૂચિસ્તાન સરહદ પર થયેલા આત્મઘાતી હુમલામાં ઇરાની રિવોલ્યૂશનરી ગાર્ડના 27 જવાન શહીદ થયા હતા. આ બનાવને લઇને ઇરાનનું કહેવું છે કે ઇરાન વિરુદ્ધ લડાઇ લડવા માટે પાકિસ્તાન દેશમાં આતંકવાદને પ્રોત્સાહન આપી રહ્યું છે. આ સીવાય પાકિસ્તાનને ખુલ્લી ધમકી આપતા સોલેમાની જણાવે છે કે જો પાકિસ્તાન તેમની ધરતી પરથી આતંકવાદને ખતમ નહીં કરે તો ગંભીર પરિણામ ભોગવવું પડશે.