જામનગર : ભાજપ દ્વારા વિજય સંકલ્પ બાઈક રેલી નીકળી

બાઈક રેલીમાં ભાજપના હોદ્દેદારો સહીત મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા

(મલકેશ બુધ્ધભટ્ટી દ્વારા) જામનગરમાં આજે ભાજપ દ્વારા વિજય સંકલ્પ બાઈક રેલી યોજવામાં આવી હતી. આ રેલી શહેરના મુખ્ય માર્ગોમાંથી પ્રસાર થઈ હતી.

આ રેલીમાં જામનગર શહેરના ભાજપના હોદ્દેદારો સહીત મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા. લોકસભાની ચૂંટણીની તૈયારી શરુ થઇ ગઈ છે. જેના ભાગ રૂપે આ રેલી યોજાઈ હતી.