મોરબી: મચ્છુમાંની ભવ્ય શોભાયાત્રા નીકળી

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા. 4-7, મોરબીમાં ભરવાડ અને રબારી સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ અષાઢી બીજના દિવસે મચ્છુ માતાજી અને પુનિયા મામાના પ્રાગટ્ય દિન નિમિતે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ રથયાત્રા મચ્છુ માતાજી મંદિર મહેન્દ્રપરા મોરબી ખાતેથી પ્રસ્થાન કરીને શહેરના રાજમાર્ગો પરથી ફરીને નહેરુ ગેઇટ ચોક, ગ્રીન ચોક સહિતના વિસ્તારમાંથી દરબારગઢ ખાતે મચ્છુ માતાજી મંદિરે પહોચી હતી તેમજ સૌરાષ્ટ્રમાં એકમાત્ર મચ્છુ માતાજીની રથયાત્રા યોજાઈ છે જેથી ભારવાર-રબારી સમાજમાં આગવું મહત્વ રહેલું છે.

રથયાત્રામાં મોટી સંખ્યામાં રબારી અને ભરવાડ સમાજના યુવક અને યુવતીઓ જોડાયા હતા અને રાસ ગરબાની રમઝટ બોલાવી હતી.  રથયાત્રા દરમિયાન નહેરુ ગેઇટ ચોક સહિતના વિસ્તારમાં પાણી, છાસ અને સરબત સહિતના પ્રસાદ માટે મંડપો સેવાભાવી સંસ્થાઓ દ્વારા રાખવામાં આવ્યા હતા ઉપરાંત રાત્રીના ૧૦ કલાકે ભવ્ય લોકડાયરોનું યોજાશે જેમાં જાણીતા કલાકારો પધારશે રથયાત્રાનું ઠેર ઠેર વિવિધ સમાજ અને સંસ્થા અગ્રણીઓ દ્વારા સ્વાગત કરવામાં અવાયું હતું.

સૌરાષ્ટ્રમાં એકમાત્ર મોરબીમાં જ મચ્છુ માતાજીની રથયાત્રા યોજાઈ છે જેથી મોટી સંખ્યામાં ભરવાડ-રબારી સમાજ જોડાય છે જેના ભાગરૂપે મોરબી જીલ્લા પોલીસ દ્વારા શુસ્તપણે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો તો આ રથયાત્રામાં એસ.પી., ડીવાયએસપી, પી.એસ અને પી.એસ.આઈ સહિતના પોલીસ જવાનો બંદોબસ્તમાં જોડાયા હતા અને કોઇપણ અણબનાવ ન બને તેની પુરતી કાળજી રાખવામાં આવી હતી 

દિવ્યક્રાંતિના ફેસબુક પેજ પર જોડાવા નીચે લિંક પર ક્લિક કરો 

https://facebook.com/divyakrantinews

ઇન્સ્ટાગ્રામ પર જોડાવા નીચે લિંક પર ક્લિક કરો 

https://www.instagram.com/divyakrantinews/

વૉટ્સઍપ ગ્રુપમાં જોડાવા નીચે આપેલ લિંક પાર ક્લિક કરો 

https://chat.whatsapp.com/DwqtMFKGuh89LMmnXEpWuu

…………………………… Advertisement …………………………..