મોરબી સ્થિત હડિયાણા પટેલ પરિવારનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો

દર વર્ષે અષાઢી બીજના રોજ યોજાય છે સ્નેહમિલન 

(જયદેવ બુધ્ધભટ્ટી દ્વારા ) તા. 4-7, મોરબી શહેર સ્થિત હડિયાણા પટેલ પરિવારનો આજે અષાઢી બીજના પાવન દિવસે સ્નેહ મિલાન કાર્યક્રમ યોજાયો હતો. આ સ્નેહમિલનમાં જોડિયા તાલુકાના મૂળ હડિયાણાના વતની અને હાલ મોરબી સ્થિત પટેલ પરિવારોનો દર વર્ષની જેમ આ વર્ષે પણ સ્નેહમિલન કાર્યક્રમ ત્રિમંદીર ખાતે સત્સંગ હોલમાં યોજાયો હતો. આ સ્નેહમિલન 20 વર્ષથી દર અષાઢી બીજના યોજાય છે. આ કાર્યક્રમમાં અનેક વિધ સાંસ્કુતિક કાર્યક્રમોની કૃતિઓ પણ રજુ કરાયી હતી. આ સ્નેહમિલન કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રે સફળતા પ્રાપ્ત કરનાર તેજસ્વી તારલાઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું સન્માનિત વ્યક્તિ વિશેષમાં કાનાણી  રસીલાબેન આર. જેઓ PHD થયેલ છે, કાનાણી રિશ્તા બી. જેઓ MBBS થયેલ છે, કગથરા કૃતિ પી. જેઓ B.tech થયેલ છે તથા તેજસ્વી વિદ્યાર્થીનીઓમાં આરજૂ રાકેશભાઈ કાનાણી જેઓ 12 આર્ટ્સમાં જિલ્લામાં દ્વિતીય ક્રમ પ્રાપ્ત કરેલ છે, કાનાણી ઉર્વી કે જેઓ ધોરણ 12માં સ્કૂલમાં દ્વિતીય સ્થાન મેળવેલ છે આ તમામ  તેજસ્વી વિદ્યાર્થિનીઓનું પ્રમુખ હંસરાજભાઇ કે. કાનાણી , તથા મંત્રી ભવાનભાઈ એમ. કગથરાના હસ્તે આ તમામ બહેનોને સન્માનીત કરવામાં આવેલ હતા. 

આ સ્નેહમિલનમાં ટૂંક સમયમાં હડિયાણા ગામે સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન તથા વૃક્ષારોપણનું  પણ આયોજન કરવામાં આવશે તેવું નક્કી કરવામાં આવ્યું હતું

દિવ્યક્રાંતિના ફેસબુક પેજ પર જોડાવા નીચે લિંક પર ક્લિક કરો 

https://facebook.com/divyakrantinews

ઇન્સ્ટાગ્રામ પર જોડાવા નીચે લિંક પર ક્લિક કરો 

https://www.instagram.com/divyakrantinews/

વૉટ્સઍપ ગ્રુપમાં જોડાવા નીચે આપેલ લિંક પાર ક્લિક કરો 

https://chat.whatsapp.com/DwqtMFKGuh89LMmnXEpWuu

…………………………… Advertisement …………………………..