ગૂગલની આ સર્વિસ 1 જૂનથી બદલાઈ જશે, જાણો તમારી પર શું થશે અસર

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.16-04-2021

ગૂગલ (Google) પોતાની અગત્યની સર્વિસ ગૂગલ ફોટોઝ (Google Photos)ના નિયમને પહેલી જૂનથી બદલી રહી છે. આ નવા અપડેટ હેઠળ 1 જૂન 2021થી આપના દ્વારા અપલોડ કરવામાં આવતી કોઈ પણ નવી તસવીર અને વીડિયો, તે 15 GB સ્ટોરેજમાં જ ગણવામાં આવશે જે યૂઝર્સને ઉપલબ્ધ કરાવવામાં આવે છે કે પછી જેને યૂઝર્સ Google One મેમ્બર હેઠળ ખરીદે છે.

જોકે, સર્વિસની અસર પહેલી જૂન પહેલા ગૂગલ ફોટોઝમાં સેવ કરવામાં આવેલી તસવીરો પર લાગુ નહીં થાય. પહેલી જૂન બાદ પણ હાઇ ક્વોલિટીની તસવીરો અને વીડિયોને 15 GBની મર્યાદામાં રાખવામાં આવશે. ઓછી ક્વોલિટીવાળી તસવીરો પહેલાની જેમ તમે સેવ કરી શકશો.

આવી થશે અસર: આપના ગૂગલ એકાઉન્ટ (Google Account)ના સ્ટોરેજમાં આપની ડ્રાઇવ, જીમેલ વગેરે સામેલ કરવામાં આવે છે. તેની લિમિટ માત્ર 15 GB છે. તેનાથી વધારાની સ્ટોરેજ ક્ષમતાને તમારે કંપની પાસેથી ખરીદવી પડશે. હવે ગૂગલ ફોટોને તેમાં સામેલ કરવાથી ઘણી બધી સ્ટોરેજ ક્ષમતાની જરૂર પડશે. કંપનીનું કહેવું છે કે આ ફેરફાર તેમને સ્ટોરેજના વધારાની માંગના તાલમેલ રાખવામાં મદદ કરશે. સાથોસાથ અમે વિજ્ઞાપન ઉદ્દેશ્યો માટે Google Photosની જાણકારીનો ઉપયોગ નહીં કરવાના અમારા નિર્ણય પર પ્રતિબદ્ધ છીએ. અમે જાણીએ છીએ કે આ એક મોટી ઇનિંગ છે અને તે યૂઝર્સને આશ્ચર્યચકિત કરી શકે છે. એવામાં અમે આપને પહેલાથી જ આ વિશે જણાવી રહ્યા છીએ અને તેને સરળ બનાવવા માટે રિસોર્સિસ આપવા માંગીએ છીએ.