જી-20 બાદ ભારતનો ફરીવાર ડંકો: વર્લ્ડ હેરિટેજ કમિટીનું યજમાન બનશે

ભારત પહેલી વખત યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ કમિટીની અધ્યક્ષતા અને મેજબાની કરશે. યુનેસ્કોમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ વિશાલ વી શર્માએ આ માહિતી આપી છે. આ વર્ષે ભારત 21 થી 31 જુલાઈ સુધી આ સમિતિની અધ્યક્ષતા કરશે.

વર્લ્ડ હેરિટેજ કમિટી વર્ષમાં એકવાર મળે છે. આ સમિતિ વર્લ્ડ હેરિટેજ ક્ધવેન્શનના અમલીકરણનું ધ્યાન રાખે છે. રાષ્ટ્રોની વિનંતી પર નાણાકીય સહાય ફાળવે છે. કોઈ દેશની મિલકતને વર્લ્ડ હેરિટેજ લિસ્ટમાં સામેલ કરવી કે નહીં તેનો અંતિમ નિર્ણય આ સમિતિ પાસે છે.

યુનેસ્કોની પહેલી પરિષદ 10 નવેમ્બરથી 10 ડિસેમ્બર 1946 દરમિયાન પેરિસમાં યોજાઈ હતી. તેમાં 30 દેશોએ ભાગ લીધો હતો. ભારત શરૂૂઆતથી જ તેનું સભ્ય છે અને ધીમે ધીમે વધુ સભ્ય દેશો તેમાં જોડાવા લાગ્યા. 1951માં જાપાન, 1953માં જર્મની અને સ્પેન અને 1954માં સોવિયેત યુનિયન પણ તેના સભ્યો બન્યા. 1960 માં, આફ્રિકાના 19 દેશોએ તેનું સભ્યપદ મેળવ્યું હતું. તઆજે, યુનેસ્કોમાં 193 સભ્ય દેશો અને 11 સહયોગી સભ્યો છે. તેનું મુખ્ય મથક પેરિસ, ફ્રાન્સમાં વર્લ્ડ હેરિટેજ સેન્ટરમાં છે.