રીઝર્વ બેન્ક ડિફોલ્ટ ગ્રાહકો માટે એક તક સર્જશે

બેન્કો તથા સીબીલ સહિતની ક્રેડીટ રેટીંગ કંપનીઓએ ગ્રાહકને દરેક તબકકે માહિતગાર રાખવા ફરજીયાત

બેન્કો દ્વારા ગ્રાહકોને ધિરાણ આપતા પુર્વે તેના ક્રેડીટ ટેકા તપાસવા માટે ‘સીબીલ’ સ્કોરની ચકાસણી કરે છે પણ તેમાં અનેક વખત ગ્રાહકને અન્યાય થતો હોવાની તથા અપડેટ થવા વગરના ક્રેડીટ સ્કોરથી ગ્રાહકે બેન્ક ધિરાણ નહી મળવાની શકયતા હોવાથી રિઝર્વ બેન્કે પાંચ નવા નિયમથી ધિરાણ મેળવવા માંગતા ગ્રાહકોને થોડી રાહત મળી છે.

બેન્કો દ્વારા સીબીલને તેના ડિફોલ્ટર ગ્રાહકોની યાદી ‘સીબીલ’ને સુપ્રત કરતા પુર્વે જે તે ગ્રાહકોને જાણ કરવાની રહેશે જેથી યુવક જો તેનો ક્રેડીટ કુંડળી સુધારવા માંગતા હોય તો તે તક મળી રહેશે અને કોઈપણ બેન્ક કે નાણાકીય સંસ્થા જેને ગ્રાહકોનો ક્રેડીટ સ્કોર મેળવે તો તેની જાણ પણ સીબીલે ગ્રાહકને એમએમએમ કે ઈએમસી કરવાની રહેશે અને તેના માટે કોઈ ચાર્જ પણ લઈ શકાય નહી.

અનેક વખત ‘સીબીલ’ના ક્રેડીટ સ્કોરનો દુરુપયોગ થતો હોવાની ફરિયાદ પણ રિઝર્વ બેન્ક સુધી પહોંચી હતી. તા.26 એપ્રિલ 2024થી આ નવા નિયમો અમલમાં આવશે. ઉપરાંત ગ્રાહકને તેના ક્રેડીટ સ્કોર અંગે જો કોઈ ફરિયાદ હોય તો તે સીબીલે 30 દિવસમાં નિકાલ કરવાનો રહેશે નહીતર પ્રતિદિન રૂા.100નો દંડ થશે. ઉપરાંત ગ્રાહકની કોઈ વિનંતી નકારાય તો પણ તેની જાણ ગ્રાહકને કારણ પણ આપવાના રહેશે જેથી ગ્રાહકને તેની વિનંતી કેમ નકારાઈ તે જાણવામાં સરળતા રહેશે.

ઉપરાંત ક્રેડીટ કંપનીઓએ વર્ષમાં એક વખત તેના ગ્રાહકને રિપોર્ટ કોઈ ચાર્જ વગર દેવાનો રહેશે. કોઈ ગ્રાહક ડિફોલ્ટ થાય અને તેની માહિતી સીબીલને મળતા પુર્વે ગ્રાહકને પુર્ણ જાણ કરવી જરૂરી હશે.