31 ડિસેમ્બરથી બંધ થશે એક વર્ષથી બંધ પડેલા ગૂગલ પે, Paytm અને ફોનપે UPI ID, જાણો શા માટે

ગૂગલ પે, ફોન પે અને પેટીએમ યુઝર્સની મુશ્કેલીઓ વધી શકે છે કેમ કે ઘણા યુઝર્સની યુપીઆઈ આઈડીને 31 ડિસેમ્બરથી બંધ કરી શકાય તેમ છે. આ મામલે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા એટલે કે NPCIની તરફથી ગૂગલ પે, પેટીએમ અને ફોન પે ને એક સર્ક્યુલર જારી કરી દેવાયુ છે, જેમાં એનપીસીઆઈ તરફથી થર્ડ પાર્ટી એપ્સ જેમ કે ગૂગલ પે, ફોન પે અને પેટીએમને તે યુપીઆઈ આઈડીને 31 ડિસેમ્બર 2023થી બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે, જે એક વર્ષથી એક્ટિવેટ નથી. એટલે કે જો તમે એક વર્ષથી પોતાની કોઈ યૂપીઆઈ આઈડીથી લેવડદેવડ કરી નથી તો તેને 31 ડિસેમ્બર 2023ના બાદ બંધ કરી દેવામાં આવશે.

શું છે એનપીસીઆઈ

આ એક નોન પ્રોફિટ ઓર્ગેનાઈઝેશન છે, જે ભારતની રિટેલ પેમેન્ટ અને સેટલમેન્ટ સિસ્ટમ છે. એટલે કે ફોનપે, ગૂગલ પે અને પેટીએમ જેવી એપ્સ આ દિશા નિર્દેશો પર કામ કરે છે. સાથે જ કોઈ પ્રકારના વિવાદની સ્થિતિમાં પણ એનપીસીઆઈ પોતાની મધ્યસ્થતા નિભાવે છે.

નિયમ શું છે

એનપીસીઆઈના સર્ક્યુલર અનુસાર 1 વર્ષથી ઉપયોગ ન કરવામાં આવતી યુપીઆઈ આઈડીને બંધ કરવાનું કારણ યૂઝર સિક્યોરિટી છે. ઘણી વખત યુઝર પોતાના જૂના નંબરને લિંક કર્યા વિના નવી આઈડી બનાવી દે છે, જે ફ્રોડનું કારણ બની શકે છે. દરમિયાન એનપીસીઆઈની તરફથી જૂની આઈડીને બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

સુપ્રીમ કોર્ટનો આદેશ

સંભાવના છે કે તમારા જૂના નંબરને કોઈ નવા યૂઝરને ઈશ્યૂ કરી દેવામાં આવે. જેમ સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં કહ્યુ, તો તે સ્થિતિમાં ફ્રોડની સંભાવના બને છે. આ તમામ કારણોસર જૂની આઈડીને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટે પોતાના તાજેતરના નિર્ણયમાં કહ્યુ છે કે ટેલિકોમ પ્રોવાઈડર કંપનીઓ 90 દિવસમાં ડિએક્ટિવેટેડ નંબરને બંધ કરી શકે છે. સાથે જ તે નંબર કોઈ અન્યને ટ્રાન્સફર કરી શકે છે.