જોડિયાના પ્રાણપ્રશ્નોની મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સમક્ષ રજૂઆત 

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.21-03-2021

(લલિત નિમાવત દ્વારા) જોડિયા: ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલની આગેવાની હેઠળ ધારાસભ્ય તથા જિલ્લા પંચાયતના નવ નિયુક્ત પ્રમુખ ધરમશીભાઈ રામજીભાઈ ચનીયારા , તાલુકા ભાજપ પ્રમુખ ભરતભાઈ દલસાણીયા, માર્કેટ યાર્ડના ડાયરેક્ટર મયુરભાઈ ચનીયારા તથા પૂર્વ તા.પં. ના સભ્ય પ્રકાશભાઈ બાપોલિયા વગેરે ગાંધીનગર જઈ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી  સમક્ષ જોડિયાના પ્રાણપ્રશ્નોની રજૂઆત કરી હતી. ખાસ કરીને જોડીયાને ખરા પાણી જે ઊંડ નદી વિસ્તારને પ્રભાવિત કરે છે તેને અટકાવવા માટે જોડિયા બંધારા યોજનાના નિર્માણ પર ભાર મુક્યો હતો. જોડીયાની પ્રજાને હવે આશા જાગી છે કે તા.પં. અને જિલ્લા પંચાયતમાં ભાજપનું શાશન થકી જોડિયા સહીત તાલુકાના વિકાસને ગતિ મળશે તેવું પ્રતિનિધિ મંડળે મુખ્યમંત્રી સાથેની મુલાકાત બાદ પ્રતિભાવ આપ્યો છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો