પ્રથમવાર JEE MAINSની પરીક્ષા વર્ષમાં 4 વાર લેવાશે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.17-12-2020

અંગ્રેજી ઉપરાંત અન્ય 13 ભાષામાં 23 થી 26 ફેબ્રુઆરી દરમિયાન પરીક્ષા: શિક્ષામંત્રી

કેન્દ્રીય મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે જેઇઇ મેઇન્સ 2021ની તારીખ જાહેર કરી છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ) 23થી 26 ફેબ્રુઆરી દરમિયાન પરીક્ષા લેશે. પરીક્ષામાં અટેમ્પટને લઈને એક મોટો ચેન્જ કર્યો છે. હવે જેઇઇ મેઇન્સ વર્ષમાં ચાર વખત લેવામાં આવશે. ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ અને મે મહિનામાં પરીક્ષા આપવાની રહેશે.

13 ભાષામાં યોજાનારી આ પરીક્ષા લેવાયા બાદ 4-5 દિવસમાં પરિણામ આવી જશે અને પછીથી આગામી તબક્કા માટે એક સપ્તાહમાં અરજી કરી શકાશે. કોરોનાને કારણે તથા અન્ય

ભાષામાં પરીક્ષા લેવાની હોવાથી આ વખતે આ પ્રકારની વ્યવસ્થા કરાઈ છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ પરીક્ષામાં ફેરફાર કરવા બાબતે વિદ્યાર્થીઓ પાસેથી સૂચનો લીધા હતા. તેને આધારે જ ફેરફાર કર્યા છે. પરીક્ષાની તારીખ જાહેર કરતા શિક્ષણ મંત્રીએ કહ્યું કે, ઉત્તર પ્રદેશ પ્રથમવાર જેઇઇ મેઇન્સ પરીક્ષામાં સામેલ થશે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63