મોરબી: ELIXIR ના સભ્યો દ્વારા જૂદી જૂદી શાળામાં મેન્સ્ટ્રુઅલ હાયજીન અવેરનેસ પ્રોગ્રામ યોજાયો

(દિવ્યક્રાંતિ ન્યુઝ), મોરબી, તારીખ ૯/૧૦/૨૦૧૯ ના રોજ ELIXIR ના સભ્યો દ્વારા જૂદી જૂદી શાળામાં મેન્સ્ટ્રુઅલ હાયજીન અવેરનેસ પ્રોગ્રામ યોજવામાં આવ્યો હતો. ELIXIR એ મોરબીના મેડિકલ અને પેરામેડિકલ માં અભ્યાસ કરતા ભાવિ ડોક્ટરોનું એક સંગઠન છે. જેમાં દર વર્ષે જૂદી જૂદી સેવાકીય તેમજ સામાજિક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. આ વર્ષે પણ ELIXIR નાં સભ્યો ડૉ.નંદિની પટેલ, ફ્રેન્શી જેતપરિયા , રોમલ પડસુંબિયા, નેન્શી, દેવાંગી, જીજ્ઞાશા અને કૃતિ દ્વારા મોરબી જિલ્લા ની નિર્મલ વિદ્યાલય, નાલંદા વિદ્યાલય તેમજ મેઘણીવાડી અને ગોકુલનગર પ્રાથમિક શાળામાં મેન્સ્ટ્રુઅલ હાયજીન અવેરનેસ પ્રોગ્રામ કરવાંમાં આવ્યો. જેમાં ધોરણ 7 અને 8 ની 400 જેટલી વિદ્યાર્થિનીઓને માસિક ના દિવસો અંગેની સમસ્યા અને તે અંગેના વિદ્યાર્થિનીઓના પ્રશ્નનો નું સમાધાન કરવામાં આવ્યું. સામાન્ય રીતે લોકો દ્વારા નકારી કાઢવામાં આવતા આ વિષય પર વિદ્યાર્થિનીઓને જરૂરી જ્ઞાન આપવામાં આવ્યું. આ કામમાં શાળાના આચાર્યશ્રી તથા શિક્ષિકા બહેનો એ ખૂબ જ સારો સહકાર આપ્યો. (તસ્વીર: વૃતિક બારા)