વરિષ્ઠ નાગરિકોમાં મતદાનને લઈને  જબરજસ્ત ઉત્સાહ જોવા મળ્યો

યુવાવર્ગને પણ પાછળ છોડીને જાણે કે,વરિષ્ઠ નાગરિકોએ નિર્ધાર કર્યો હોઈ તેમ ઠેર ઠેર વરિષ્ઠ નાગરિકો મતદાન મથકો પર પોતાનો ઉત્સાહ દર્શાવ્યો હતો. જોકે બીજી તરફ જિલ્લા વહિવટીતંત્રએ પણ  વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગો માટે વિશેષ વ્યવસ્થાઓ કરી હતી જેનો લાભ લઈને વરિષ્ઠ તેમજ દિવ્યાંગ મતદારે મતદાન મથકે પહોંચીને મતદાન કર્યું હતું. તંત્ર દ્વારા તમામ મતદાન મથકો પર મતદાન સહાયતા કેન્દ્ર તેમજ  વ્હીલચેર  જેવી સુવિધાઓ ઊભી કરવામાં આવી હતી.