એપલ બાદ હવે ગૂગલ બનાવશે ભારતમાં સ્માર્ટફોન, Pixel8 પહેલી પ્રોડક્ટ

ગૂગલ ફોર ઈન્ડિયા ઈવેન્ટમાં કંપનીએ ઘણી મોટી જાહેરાતો કરી છે. કંપનીએ ગુરુવારે આ ઈવેન્ટમાં જણાવ્યું હતું કે, તેઓ ભારતમાં તેમના સ્માર્ટફોનનું ઉત્પાદન શરૂ કરવા જઈ રહ્યા છે. ગૂગલના જણાવ્યા અનુસાર, Pixel 8 ભારતમાં ઉત્પાદિત થનારો પહેલો સ્માર્ટફોન હશે. આ ફોન 2024માં માર્કેટમાં આવશે. જેને સરળતાથી ખરીદી શકાશે. કંપનીએ હાલમાં જ Pixel 8 સીરીઝ લોન્ચ કરી છે. આ શ્રેણીમાં, બ્રાન્ડે બે સ્માર્ટફોન લોન્ચ કર્યા છે – Pixel 8 અને Pixel 8 Pro. આ હેન્ડસેટ Google Tensor G3 ચિપસેટ અને Titan M2 સુરક્ષા ચિપ સાથે આવે છે.

કંપનીએ કરી મોટી જાહેરાત

કંપનીએ ગૂગલ ફોર ઈન્ડિયા 2023 ઈવેન્ટમાં જાહેરાત કરી હતી કે તેઓ ભારતમાં સ્માર્ટફોનનું ઉત્પાદન કરવા જઈ રહ્યા છે. કંપની Pixel 8 ના એસેમ્બલિંગ સાથે શરૂ કરશે. બ્રાન્ડનું કહેવું છે કે તેઓ સ્થાનિક અને વિદેશી ઉત્પાદકો સાથે મળીને કામ કરશે. ગૂગલે કહ્યું કે ભારતમાં બનેલા Pixel 8ના યુનિટ આવતા વર્ષથી યુઝર્સ એનું પ્રોડક્શન જોઈ શકશે. આ જાહેરાત સાથે, Google ભારતમાં ઉત્પાદન શરૂ કરનારી નવી બ્રાન્ડ બની છે. આ પહેલા એપલે ભારતમાં પોતાના સ્માર્ટફોનનું ઉત્પાદન પણ શરૂ કર્યું હતું.  સેમસંગનું સૌથી મોટું મેન્યુફેક્ચરિંગ યુનિટ પણ ભારતમાં છે.  જોકે, સ્થાનિક મેન્યુફેક્ચરિંગ પછી Pixel ફોન સસ્તા થશે કે નહીં તેની કોઈ માહિતી નથી.

28 નવા સર્વિસ સેન્ટર શરૂ થશે

કંપનીએ કહ્યું કે તેઓ તેમના સર્વિસ નેટવર્કને વિસ્તારવાની યોજના બનાવી રહ્યા છે. આ હેઠળ, કંપની 27 શહેરોમાં 28 સેવા કેન્દ્રો શરૂ કરશે, જેનું સંચાલન F1 ઇન્ફો સોલ્યુશન્સ દ્વારા કરવામાં આવશે. એન્ડ્રોઇડ 14 લોન્ચ કરવામાં આવશે. આની યુઝર્સને પહેલા અપડેટ મળશે, તેમાં ઘણા નવા ફીચર્સ છે. Google ના ઉપકરણો અને સેવાઓના વરિષ્ઠ VP, રિક ઓસ્ટરલોહે જણાવ્યું હતું કે, ‘ડિવાઈસ ઉત્પાદન ક્ષમતાને વિસ્તારવા અને દેશમાં Pixel ફોનની વધતી માંગને પહોંચી વળવાની અમારી યાત્રામાં આ એક નાનું પગલું છે.’

Click Here to Follow SKY TOUCH Instagram.