ચંદ્રની ધરતી પર લેન્ડર વિક્રમ અને રોવર પ્રજ્ઞાન હવે કાયમ ‘સ્લીપ-મોડમાં’!

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.29-09-2023

ચંદ્રયાન-3 મારફત ચાંદની ધરતી પર ઉતરેલા લેન્ડર વિક્રમ તથા રોવર પ્રજ્ઞાનને ફરી એકટીવ કરવાની આશા નથી. ચંદ્ર પર કાલથી ફરી પૃથ્વીના 14 દિવસ જેટલી લાંબી રાત્રી શરુ થઈ રહી છે અને તાપમાન માઈનસ 180 ડીગ્રી સેલ્સીયસ સુધી પહોંચી જશે જેથી રોવર-લેન્ડર ફરી ઠંડીમાં ‘જામ’ થઈ જશે.

અગાઉ ચંદ્ર પર 14 દિવસ જેવા લાંબા સમયમા આ બન્નેને ફરી સુર્યઉર્જાની એકટીવ કરવાના પ્રયાસો શરુ કરાયા હતા પણ તે નિષ્ફળ રહ્યા છે. હવે તેઓ ચંદ્ર પર કાયમ સ્લીપ મોડમાંજ રહેશે તેવા સંકેત છે અને ચંદ્રયાન-3નું પ્રકરણ પણ પુરુ થઈ જશે. જો કે ઈસરો માને છે કે ચંદ્રયાન-3 એ ચંદ્રની રાતનો સામનો કરી શકે છે. જો કે એક રાત્રી પસાર કરી એકટીવ થાય તો તે પછી અનેક રાત્રી પણ ફરી ‘જામી’ શકે છે.