મોરબીની સુપર આલાપ સોસાયટીમાં વરસાદી પાણી કાઢવા માટે અંતે દીવાલ તોડવામાં આવી

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.01-07-2023

મોરબીના સુપર આલાપ સોસાયટી વિસ્તારમાં છેલ્લે પડેલા ભારે વરસાદના કારણે વરસાદી પાણી ભરાઈ ગયું હતું જેથી સમગ્ર સોસાયટી વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો હતો અને લોકોને રસ્તા ઉપરથી અવરજવર પણ બંધ થઈ ગઈ હોય તેવો ઘાટ સર્જાયો હતો વરસાદી પાણીનો નિકાલ થાય તેના માટેની વ્યવસ્થા કરવા માટે પાલિકા સુધી રજૂઆત અને ફરિયાદ કરવામાં આવી હતી ત્યારબાદ પાલિકાની મશીનરી ત્યાં તાત્કાલિક મોકલવામાં આવી હતી બાદ આડશ દૂર કરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી પરંતુ નગરપાલિકાની મશીનને કામે લગાડવા છતાં સો ટકા વરસાદી પાણીનો નિકાલ ગઇકાલે મોડી રાત સુધી થયો ન હતો તેવું ત્યાંના સ્થાનિક રહેવાસી લોકો પાસેથી જાણવા મળ્યું હતું અને જો આગામી સમયમાં ભારે વરસાદ પડે તો પરિસ્થિતિ કેવી થશે તેની ચિંતા લોકોને સતાવી રહી છે