ટંકારાના ઓવરબ્રિજ નીચે નવુ પિકઅપ પોઈન્ટ બનાવવા ધારાસભ્યની સૂચના

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.02-06-2023

ટંકારાના ધારાસભ્ય દુલભજી દેથરીયાએ રાજકોટ જામનગર જતા પેસેન્જરો માટે ઓવરબ્રિજ નીચે નવુ પિકઅપ પોઈન્ટ બનાવવા લગત વિભાગને સુચના આપવામાં આવેલ છે અને ટુક સમયમાં સર્વે કરીને કામગીરી કરવામાં આવશે જેથી કરીને મુસાફરોની સુવિધામાં વધારો થયેલ છે ટંકારામાં નવ નિર્માણ પામેલ બસ સ્ટેશનમાંથી મોરબી તરફથી આવતી એક પણ બસો ઓવરબ્રિજને કારણે જતી નથી ત્યારે આ સમસ્યાના સમાધાન સ્વરૂપે નવુ પિકઅપ પોઈન્ટ ફાળવયુ હોય લોકોમાં હર્ષની લાગણી ફેલાઈ છે.

અત્રે ઉલેખનીય છે કે, ટંકારા તાલુકો જાહેર થયા બાદ 22 વર્ષ બાદ બસ સ્ટેન્ડ મળ્યું છે પરતું ખાટલે મોટી ખોટ પડી અને ઓવરબ્રિજના કારણે લાખોના ખર્ચે તૈયાર બસ સ્ટેન્ડ એક તરફી સગવડીયુ બન્યું હોવાથી રાજકોટ કે જામનગરથી આવતી તમામ બસો બસ સ્ટેન્ડમા જતી હોય છે પરંતુ મોરબી તરફથી આવતી બસ ત્યાં આવતી નથી જેથી મુસાફરોને ઠંડી, ગરમી અને વરસાદમાં ખુલ્લા આકાશ નિચે ઉભા રહેવું પડે છે ત્યારે ટંકારાના ધારાસભ્ય દુલભજી દેથરીયાએ નવુ પિકઅપ પોઈન્ટ ફાળવવા તાકીદે કરી હતી જેથી કરીને મુસાફરોની સુવિધામાં વધારો થશે.

E-paper ડાઉનલોડ કરવા ઉપરના ન્યૂઝ પેપરની ઇમેજ પર ક્લિક કરો