મોદી સરકારે કાશ્મીરની કરેલી કાયાપલટ પાકિસ્તાનીને હજમ ન થઈ ! અમેરિકામાં ચાલું ચર્ચાએ ધક્કા મારીને બહાર કાઢ્યા !

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.25-03-2023

અમેરિકાના વોશિંગ્ટન ડીસી સ્થિત પ્રેસ ક્લબમાં આયોજિત કાર્યક્રમમાં કાશ્મીરી નેતાઓએ કેન્દ્ર સરકારના વખાણ કરતાં જ પાકિસ્તાની નેતાઓએ ઉભા થઈને બૂમબરાડા પાડવાનું શરૂ કરી દીધું: ઘટનાનો વીડિયો આગની જેમ થઈ રહ્યો છે વાયરલ

અમેરિકાના વોશિંગ્ટન ડીસી સ્થિત પ્રેસ ક્લબમાં પાકિસ્તાનીઓએ પોતે જ પોતાની પોલ ખોલી નાખી છે. અનાજના એક-એક દાણા માટે લાચાર પાકિસ્તાન આમ તો સુધરવાનું નામ જ લઈ રહ્યું નથી. વોશિંગ્ટન ડીસીમાં આવેલા પ્રેસ ક્લબમાં કાશ્મીરની સ્થિતિમાં ફેરફારના વિષય ઉપર ચર્ચા ચાલી રહી હતી જેનું આયોજન ઈન્ટરનેશનલ સેન્ટર ફૉર પીસ સ્ટડીઝ દ્વારા કરવામાં આવ્યું હતું.

આ દરમિયાન કાશ્મીરમાં રહેતા અમુક લોકોને બોલાવવામાં આવ્યા હતા. આ લોકોએ પોતાના ભાષણમાં કેન્દ્ર સરકાર દ્વારા કાશ્મીરમાં કરવામાં આવેલા વિકાસ કાર્યો અને સારા ફેરફારોના વખાણ કરવાનું શરૂ કરી દીધું હતું જે વાત પાકિસ્તાની અધિકારીઓને માફક આવી નહોતી જેથી તેણે કાર્યક્રમ વચ્ચે જ હંગામો કરવાનું શરૂ કરી દીધું હતું. અધિકારીઓએ લખણ ઝળકાવવાનું શરૂ કરતાં જ તેમને કાર્યક્રમમાંથી ધક્કા મારીને બહાર કઢાયા હતા.

વોશિંગ્ટન ડીસી પ્રેસ ક્લબમાં ઈન્ટરનેશનલ સેન્ટર ફૉર પીસ સ્ટડીઝે ‘કાશ્મીર, ફ્રોમ ટર્મોઈલ ટૂ ટ્રાન્સફોર્મેશન’ વિષય ઉપર પેનલ ચર્ચા આયોજિત કરી હતી. પેનલિસ્ટમાં જમ્મુ-કાશ્મીર વર્કર્સ પાર્ટીના પ્રમુખ મીર જુનૈદ અને જમ્મુ કાશ્મીરમાં બારામુલા નગરપાલિકાના અધ્યક્ષ તૌસીફ રૈના પણ સામેલ હતો. મીર જ્યારે પોતાની વાત રાખી રહ્યા હતા ત્યારે અમુક પાકિસ્તાનીએ ઉભા થઈને હંગામો કરવાનું શરૂ કર્યું હતું.

આ અંગેનો એક વીડિયો ટવીટર પર વાયરલ થયો છે. વીડિયોમાં એક પાકિસ્તાની શખ્સ અત્યંત ગુસ્સામાં જોવા મળી રહ્યો છે જેને અમુક લોકો ધક્કા મારીને બહાર કાઢી રહ્યા છે. આ દરમિયાન પાકિસ્તાની બૂમબરાડા પાડતો જાય છે કે ફ્રિડમ ઑફ સ્પીચનું ગળું દબાવાઈ રહ્યું છે. પાકિસ્તાની શખ્સની આ હરકતનો કાશ્મીરના વક્તાઓએ તુરંત જવાબ આપ્યો હતો. વીડિયોમાં વક્તાને કહેતા સંભળાય છે કે ભગવાન તમને સદ્બુદ્ધિ આપે…!

તમામ લોકોએ આજે તમારો અસલી ચહેરો જોઈ લીધો છે. અમે કાશ્મીરમાં જે જોયું, અમે આજે વોશિંગ્ટનમાં જે જોયું અને આખી દુનિયાએ જોઈ લીધું છે કે આ લોકો કેટલા ક્રૂર છે. જનતા જોઈ રહી છે કે કાશ્મીરની બરબાદી પાછલ તમે લોકો જ જવાબદાર છો. આ એ જ લોકો છે કે જે જમ્મુ-કાશ્મીરનો માહોલ ખરાબ કરવાની કોશિશ કરે છે. આ વાત પછી આખો હોલ તાળીઓના ગડગડાટથી ગૂંજી ઉઠ્યો હતો.

મીર જુનૈતે પોતાની વાત રાખતા કહ્યું કે હું વિશ્વાસ સાથે કહી શકું છું કે કાશ્મીરનો શાંતિ, સમૃદ્ધિ અને પ્રગતિની ભૂમિના રૂપમાં પુન:જન્મ થયો છે. જમ્મુ-કાશ્મીરે અનેક ફેરફાર જોયા છે જે તેને આ વિરોધની સ્થિતિમાંથી બહાર લાવીને એક પ્રગતિશીલ કેન્દ્ર શાસિત પ્રદેશમાં લઈ ગયા છે.