મોરબી જિલ્લા ચુવાળીયા કોળી ઠાકોર સમાજના પ્રમુખ હેમંતભાઈ સુરેલાનો સન્માન સમારોહ યોજાયો

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.22-03-2023

મોરબી જિલ્લા ટીમ ચુંવાળીયા કોળી સમાજ તેમજ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા મોરબી જિલ્લા ચુવાળીયા કોળી ઠાકોર સમાજ પ્રમુખ બનવા બદલ હેમંતભાઈ ઘોઘાભાઈ સુરેલાનો સન્માન સમારોહ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બોહળી સંખ્યા આગેવાનોએ હાજરી આપી હતી ત્યારે ગુજરાત પ્રદેશ ચુંવાળીયા કોળી સમાજના સહમંત્રી જગદીશભાઈ જી. બાંભણીયા, સમાજ આગેવાન તુલસીભાઈ પાટડિયા, મુકેશભાઈ દેગામા, વેલનાથ સોભાયાત્રાનાં પ્રમુખ અજયભાઈ વાઘાણી, અનીલભાઈ સારલા, મનુભાઈ ઉપસરિયા, મુકેશભાઈ સુરેલા, મયુરભાઈ બાબરીયા, કલ્પેશભાઈ ગડેસિયા, અમિતભાઇ ભીમાણી, વિપુલભાઈ કુવરિયા, નવઘણભાઈ ધામેચા, મહેશભાઇ જીજુવાડીયા, જીતુભાઈ પરમાર અને ઠાકોર સેના કાર્યકર્તા હાજર રહ્યા હતા.