વાંકાનેરના ભાયાતી જાંબુડીયાગામ નજીક ફેક્ટરીની ઓરડીમાંથી 136 ગ્રામ એમ.ડી. ડ્રગ્સના જથ્થા સાથે એક પકડાયો

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.27-01-2023

વાંકાનેર પોલીસ ટીમે સ્થળ પર દરોડો પાડી આરોપી ઓમ પ્રકાશ હનુમાનરાજ ચૌધરી(જાટ), (ઉ.વ. 38, રહે. બાડમેર, રાજસ્થાન) ને 136 ગ્રામ એમ.ડી. ડ્રગ્સ (કિંમત રૂ. 13,62,200), બે વજન કાંટા, એક મોબાઇલ, 50,000 રોકડ રકમ સહિતના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.