ઝૂલતા પુલની દુર્ઘટનામાં અંતે રાજકોટના જિલ્લા સરકારી વકીલ વોરાની સ્પે. પીપી તરીકે નિમણૂક

મોરબી જવા-આવવા માટે સરકારી વાહનની વ્યવસ્થાનો ખાસ હુકમ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.12-12-2022

મોરબી ખાત ઝુલતા પલની દુર્ઘટનામા મૃત્યુ પામેલા 134 લોકોના કેસમા ઓરેવા કપનીના ડીરેકટરો સામેના ફોજદારી કેસમા રાજકોટ ખાતે જિલ્લા સરકારી વિકલ તરીકે ફરજ બજાવતા સજયભાઈ કે. વોરાની ગુજરાત સરકારે દ્વારા સ્પે. પી.પી. તરીકે નિમણૂક કરવામાં આવી છે.

આ કેસની હકિકત મુંજબ મોરબી ખાતે વર્ષ-1979 મા મચ્છુ ડેમ તુટવાથી જે હોના2ત થયેલ હતી તેવા જ પ્રકારની ઝુલતો પુલ તુટવાની કપાવના2ી દુર્ઘટનામા 134 લોકોના મૃત્યુ થતા ઓરેવા કપનીના ડીરેકટરો વિગેરે સામેના કેસમા હાઈકોર્ટે સ્વમેળે કોગ્નીઝન્સ લઈ સમગ્ર પ્રકરણના પેપર્સો મગાવી ઉડાણ પુર્વકની પુછપરછ કરેલી હતી. આ પુછપરછ દરમ્યાન હાઈકોર્ટના ચીફ જસ્ટીસએ ઝુલતા પુલના સમાર કામના ટેન્ડર અને મેઈન્ટેનન્સ તથા રીપેરીંગની કામગીરીમા ઘોર બેદ2કા2ીની નોધ લઈ મોરબીના અનેક અધિકા2ીઓના ખુલાસા સહિતના સોગદનામાઓ માગેલ હતા. હાયર જયુડીશ2ી તેમજ સર્વોચ અદાલતની મધ્યસ્થી તથા એસ.આઈ.ટી. ની રચનાની માગણી સદર્ભે થયેલ હુકમના અતે ગુજરાત સરકારે વિધાનસભાના કાર્યકાળના અતે નિર્ણય લઈ જિલ્લા સ2કા2ી વિકલ તરીકે ફરજ બજાવતા સજયભાઈ કે. વોરાની મો2બીના ઝુલતા પુલની દુર્ઘટનામાં સ્પે. પી.પી. તરીકે નિમણૂક કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ઓરેવા કપનીને મેઈનટેનન્સનો કોન્ટ્રાકટ આપતી વખતે ઘણી બધી અનિયમિતતાઓ આચરાયેલ હોવાનુ પોલીસ તપાસ દરમ્યાન જણાયેલ હતુ તેમજ કોન્ટ્રાકટમા પલની મજબુતાઈ અગેની ચોકકસ જોગવાઈઓ હોવા છતા ઓરેવા કંપનીએ પુલ ઉ52નો લોખડનો મુખ્ય તાર 130વર્ષ જુનો થઈ ગયેલ હોવા છતા તેને બદલ્યા વીના પુલ ઉપર ચાલવાની જગ્યાએ એલ્યુમિનિયમના પાટાઓ મુકી મામુલી ટાપટીપ કરી પુલને જાહેર ઉપયોગ માટે ખુલ્લો મુકી દેવામા આવેલ હતો. પુલની ક્ષમતા એક સમયે 100 કરતા ઓછી વ્યકિતની હોવા છતા બનાવ સમયે 500 વ્યકિતઓને જવા દેવામા આવેલ હોવાનુ પોલીસ તપાસ દરમ્યાન જણાયેલ હતુ તેમજ દિવસ દરમ્યાન 2000 થી વધારે ટીકીટો નિયત ધોરણ કરતા વધુ દરે વેચાયેલ હોવાનુ જણાયેલ હોવાથી પુલ તુટવાના તમામ કા2ણો કોન્ટ્રાકટરના શીરે જણાતા હતા. આ કેસની પોલીસ તપાસના 40દિવસ બાદની આટલી હિકકતોના આધારે મોરબીની સેશન્સ અદાલતે તમામ આરોપીઓની જામીન અ2જીઓ ચાર્જશીટ પહેલાના તબકકે રદ કરેલ છે.

સજયભાઈ કે. વોરાની સ્પે. પી.પી. તરીકે નિમણુક થતા 50દિવસની વધુ પોલીસ તપાસમા મુખ્ય આરોપીઓ વિરૂૂધ્ધ વધુ અને સચોટ પુરાવાઓ એકત્ર કરવા ચક્રો ગતિમાન થયેલ છે.