GOOD NEWS : ભારતનો વિકાસ દર વધશે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.06-12-2022

દેશના ચૂંટણી વાતાવરણનો હવે અંત આવ્યો છે અને આગામી વર્ષે રજૂ થનારા કેન્દ્રીય બજેટ અંગે ચર્ચા શરૂ થઈ છે તે સમયે વિશ્વ બેન્કે ‘સારા’ સમાચાર આપતા ભારતનો વિકાસદર 6.9% જેવો ઉંચો રહેશે તેવું અનુમાન આપ્યુ છે.

જો કે વિશ્વબેન્કે હજું મોંઘવારી અને ફુગાવો એ ચિંતા હોવાનું જણાવતા ઉમેર્યુ કે વધતી મોંઘવારીની અસર વિકાસદર પર થઈ રહી છે પણ વિશ્વ બેન્કે ભારત માટેનો જે વિકાસ દર 6.5% રહેવાનું અનુમાન હતું તે હવે વધારી 6.9% રહેશે તેવો અંદાજ મુકયો છે.

જો કે અગાઉના વર્ષના 8.7%ના વિકાસદરની સરખામણીએ 2022-23માં વિકાસદર નીચો જ રહેશે તેવું અનુમાન બાંધ્યું છે. વિશ્વ બેન્કે જણાવ્યું કે પુરા વિશ્વમાં ફુગાવા-ભાવ વધારાની ચિંતા છે અને તેના કારણે વિકાસદર પર અસર પડી રહી છે અને યુક્રેન યુદ્ધનાં કારણે સપ્લાય ચેઈન પર પણ અસર પડી છે.