મોરબીમાં પગાર વધારાના જીઆરની હોળી કરતા આશાવર્કર

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.29-09-2022

મોરબી જિલ્લાની આશાવર્કર- આશાફેસિલિટરોએ સરકાર પગાર વધારાના પત્રની હોળી કરી હતી. જેમાં જિલ્લાની તમામ આશાવર્કર- આશાફેસિલિટરોએ સરકારે રૂૂ. 2 હજારના કરેલા પગાર વધારાના જીઆરને લોલોપોપ ગણાવી વિરોધ નોંધાવ્યો હતો.

મોરબી જિલ્લાની તમામ આશાવર્કર- આશાફેસિલિટરોએ વેતનમાં થતું શોષણ સામે અવાજ ઉઠાવીને સમાન કામ સમાન વેતનની માંગ સાથે લાંબા સમયથી લડત ચવજ રહી છે. અનેક વખત સ્થાનિક કક્ષાએથી માંડી ઉચ્ચકક્ષાએ આવેદનપત્ર આપીને આંદોલનો કરી હતા. આ આંદોલનને પગલે સરકાર જાગી હતી અને આશાવર્કર- આશાફેસિલિટરોના પગાર વધારા માટે જીઆર બહાર પાડ્યો હતો. પણ માત્ર 2 હજારનો વધારો કરતા આશાવર્કર- આશાફેસિલિટરોએ રોષે ભરાઈને આ જીઆરને લોલોપોપ ગણાવી સળગાવી નાખીને વિરોધ કર્યો હતો અને રાજ્યની સાથે કેન્દ્ર સરકારના પણ કામો કરતા હોય બન્ને સરકારોએ યોગ્ય પગાર વધારો કરે તેવી માંગ કરી છે.