કેન્દ્રીય કર્મચારીઓની દિવાળી સુધરી, મોંઘવારી ભથ્થામાં 4%નો વધારો

રેલવે કર્મચારીઓને પણ બખાં, 78 દિવસનું બોનસ આપવા કેબિનેટની મંજૂરી

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.28-09-2022

દર વર્ષે કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થાંમાં વધારાની પરંપરા છે. આ વખતે પણ સરકાર આ પરંપરાને આગળ વધારી મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કરીને 38 ટકા કરવામાં આવ્યો છે. આને લીધે કેન્દ્ર સરકારના 50 લાખથી વધુ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને 62 લાખની પેન્શનરોને વર્તમાન વધારાનો લાભ મળશે. આજે મળેલી કેન્દ્રીય કેબીનેટની બેઠકમાં આ નિર્ણય કરવામાંઆવ્યો હતો.

સરકાર દ્વારા સામાન્ય રીતે વર્ષમાં બે વાર ડીએમાં સુધારો કરવામાં આવે છે – જાન્યુઆરી અને જુલાઈ. ડીએ વધારા ઉપરાંત, કેન્દ્રીય કેબીનેટે રેલવે કર્મચારીઓ માટે પ્રોડકશન લિંકડ પણ મજૂરી આપી છે અને રેલવે કર્મચારીને પૂરા 78 દિવસનું બોનસ ચૂકવવા લીલી ઝંડી આપી છે.

નોન-ગેઝેટેડ કર્મચારીઓ માટે, 78-દિવસના બોનસની દરખાસ્ત પ્રાપ્ત થઈ હતી. અંદાજિત 11 લાખ કર્મચારીઓને તેનો લાભ મળશે. રેલવે માટે વધારાનો ખર્ચ આશરે રૂૂ. 2000 કરોડ થશે.

સરકારએ ડીએમાં 4 ટકાનો વધારો કરતા સાતમા પગાર પંચના આધારે પગાર મેળવનારા તમામને 18,000 રૂપિયાના બેઝિક સેલરી પર ડીએમાં 720 રૂપિયાનો વધારો મળશે, અને આ વધારો 1,000 રૂપિયા પ્રતિ માસ થશે જ્યારે બેઝિક સેલરી 25,000 રૂપિયા છે. એ જ રીતે 50,000નો બેઝિક પગાર ધરાવતા લોકોને મહિને 2000 રૂપિયાનો લાભ મળશે અને 1000નો બેઝિક પગાર ધરાવતા લોકોને મોંઘવારી ભથ્થામાં 4 ટકાના વધારા બાદ કુલ પગારમાં 4000 રુપિયાનો લાભ મળશે.

ફ્રી રાશન યોજના 3 માસ લંબાવાઈ : દેશની ગરીબ વસ્તીને મોટી રાહત આપતા કેન્દ્ર સરકારે મફત રાશન આપવાની યોજનાને વધુ ત્રણ મહિના લંબાવવાનો નિર્ણય કર્યો છે.આ યોજના 30 સપ્ટેમ્બરના રોજ સમાપ્ત થવાની હતી.અગાઉ, સરકારે આ યોજનાને ત્રણ મહિના માટે એટલે કે આ વર્ષના અંત સુધી લંબાવવાનો નિર્ણય કર્યો છે.પીએમ નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં બુધવારે મળેલી કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. દેશના લગભગ 80 કરોડ ગરીબ લોકોને આ યોજનાનો લાભ મળી રહ્યો છે.