મોરબીમાં ડ્રોના એક વર્ષ બાદ પણ મુખ્યમંત્રી આવાસ યોજનાને તાળા

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.25-05-2022

ગરીબોને ઘરના ઘરનું સપનું થયું સાકાર મોરબીમાં મુખ્યમંત્રી આવાસ યોજનાના 1008 ક્વાર્ટર મંજુર કરવામાં આવ્યા હતા જે પૈકીના 608 ક્વાર્ટરનું શનાળા બાયપાસ રોડ ઉપર બાંધકામ કરવામાં આવ્યું છે અને પાલિકાના ટાઉનહોલ ખાતે માર્ચ 2021 માં ઓનલાઈન ડ્રો કરવામાં આવ્યો હતો લાભાર્થીને તેના ક્વાર્ટરની ચાવી માત્ર ફોટો સેશન પૂરતી આપવામાં આવી હતી આ વાતને સાંભળીને જરાપણા ચોંકી જવાની જરૂર નથી કેમ કે, કવાર્ટરનો ડ્રો કરવામાં આવ્યો તેને એક વર્ષ કરતાં વધુ સમય થઈ ગયો છે તો પણ આજની તારીખે મુખ્યમંત્રી આવાસ યોજનાના કવાર્ટરમાં અલીગઢી તાળાં લટકી રહ્યા છે.

પાલિકામાં આ મુદે પૂછપરછ કરવામાં આવતા એવી ચોંકાવનારી માહિતી સામે આવી હતી કે, હજુ કવાર્ટરમાં કામ બાકી છે અને તે કામ પૂરું કરવા માટે બે મહિના પહેલા પાલિકામાંથી નોટિસ આપવામાં આવી છે તો પણ કોન્ટ્રાકટર દ્વારા તેનો કોઈ પ્રતિયુતર આપવામાં આવેલ નથી તો પણ પાલિકાના અધિકારી દ્વારા કોઈ પગલાં લેવામાં આવેલ નથી જેથી કોન્ટ્રાકટરની સામે અધિકારી અને પદાધિકારીઓ તબોટા પડી રહ્યા હોય તેવો ઘાટ સર્જાયો છે

સરકાર દ્વારા શહેરની વિસ્તારને સલામ ફ્રી કરવા માટે ગામોગામ મુખ્યમંત્રી આવાસ યોજનાના કવાર્ટર બનાવવા આવી રહ્યા છે દરમ્યાન મોરબીમાં 33 કરોડથી વધુના ખર્ચે મુખ્યમંત્રી આવસ યોજનાના 1008 મકાન બનાવવાની કામગીરી અમદાવાદની ક્રિષ્ના ક્ધસ્ટ્રકશન કંપનીને વર્ષ 2013ના ડીસેમ્બર મહિનાથી સોપવામાં આવી હતી માત્ર એક જ વર્ષમાં આ તમામ કવાર્ટર તૈયાર કરી દેવાના હતા જેનો વર્ક ઓર્ડરમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ 1008 પૈકીના માત્ર 400 કવાર્ટર લીલાપર રોડ ઉપર સર્વે નંબર 1116માં બનાવવામાં આવ્યા હતા જેનો અગાઉ ડ્રો કરવામાં આવ્યો હતો મોરબીના બાયપાસ ઉપર સર્વે નંબર 1415માં મુખ્યમંત્રી આવસ યોજનાના કુલ મળીને 608 કવાર્ટર બનાવવામાં આવેલ છે તે 608 ક્વાર્ટરનો 22 માર્ચ 2021 માં ડ્રો કરવામાં આવ્યો હતો પણ, આજની તારીખે હજુ સુધી લાભાર્થીઓને તેના ક્વાર્ટર આપવામાં આવ્યા નથી.

શહેરના પછાત વિસ્તારોમાં રહેતા અને ઘર વિહોણા ગરીબ પરિવારોનું ઘરના ઘરનું સપનું સાકર કરવામાં આવ્યું છે અને ઓનલાઈન ડ્રો કરીને મુખ્યમંત્રી આવાસ યોજનાના મકાનોની ચાવી આપી દેવામાં આવેલ છે તેવું જે તે સમયે પાલિકાના અધિકારી અને પદાધિકારી દ્વારા કહેવામા આવ્યું હતું જો કે, વાસ્તવિક્તાએ છે કે, આજની તારીખે પણ આ આવાસ યોજનાના કુલ મળીને 608 કવાર્ટર બનાવવામાં આવેલ છે તેમાંથી એક પણ મકાનમાં કોઈ લાભાર્થી રહેવા માટે આવેલ નથી જેથી આ મુદે પાલિકામાં પૂછપરછ કરવામાં આવતા એવી માહિતી મળી હતી કે, અમદાવાદની ક્રિષ્ના ક્ધસ્ટ્રકશન કંપનીને કામ આપવામાં આવ્યું છે તેના દ્વારા આજ દિવસ સુધી કવાર્ટર બનાવવાનું કામ 100 ટકા પૂરું કરવામાં આવ્યું નથી જેથી લાભાર્થીઓને કવાર્ટરનો કબ્જો આપવામાં આવેલ નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે, ડ્રો કરવામાં આવ્યો હતો ત્યારે કહેવામા આવ્યું હતું કે, કવાર્ટરમાં લાભાર્થીના બદલે બીજા કોઈ રહેતા હશે તો તાત્કાલિક અસરથી મકાન પરત લઈ લેવામાં આવશે પરંતુ પાલિકાના અધિકારી અને પદાધિકારી એક વર્ષ પછી પણ લાભાર્થીઓને તેના મકાન મળે તેવું કરી શક્યા નથી વધુમાં મળતી માહિતી મુજબ ગત તા 29/3/2022 ના રોજ અમદાવાદની ક્રિષ્ના ક્ધસ્ટ્રકશન કંપનીને તાત્કાલિક કવાર્ટર બનાવવાનું કામ 30 દિવસમાં 100 ટકા પૂરું કરવા માટે પાલિકામાંથી નોટિસ આપવામાં આવી છે તો પણ કોઈ પ્રતિયુતર પાલિકામાં આપવામાં આવેલ નથી તો પણ પાલિકાના અધિકારી દ્વારા તે કોન્ટ્રાકટર સામે કોઈ પગલાં લેવામાં આવેલ નથી જેથી કોન્ટ્રાકટરની સામે અધિકારી અને પદાધિકારીઓ તબોટા પડી રહ્યા હોય તેવો ઘાટ સર્જાયો છે.

પાલિકામાંથી મળતી માહિતી મુજબ 1008 કવાર્ટર બનાવવા માટે 30.61 કરોડના કામનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું જો કે, 11.50 ટકા કરતા વધારે ઉચું ટેન્ડર પાસ થયું હોવાથી આ કવાર્ટર 33 કરોડથી વધુના ખર્ચે બનાવવામાં આવેલ છે. એક વર્ષમાં જે મકાન બનાવી દેવાના હતા તે સાત વર્ષ પછી પણ કોન્ટ્રાકટર દ્વારા બનાવીને આપવામાં આવેલ નથી ત્યારે ગરીબ પરિવારો કે જેને ડ્રોમાં મકાન લાગેલ છે તેને પોતાના મકાનમાં રહેવા માટે જવાનો અવસર કયારે આવશે તે સૌથી મોટો સવાલ છે.

રાજ્ય સરકાર સંવેદન સીલ છે તેવું કહેવામા આવે છે પરંતુ મુખ્યમંત્રી આવાસ યોજનાના કવાર્ટરનો ડ્રો એક વર્ષ પહેલા કરવામાં આવેલ છે તો પણ લાભાર્થીઓને તેના મકાન રહેવા માટે મળેલ નથી જેથી કવાર્ટરના લાભાર્થીઓ કે પછી સામાન્ય નાગરિક માટે નહિ પરંતુ કોન્ટ્રાકટર માટે સરકાર સંવેદનશીલ હોય તેવો હાલમાં ઘાટ જોવા મળી રહ્યો છે.