મોરબી: નવજીવન વિધાલય ન્યુ એરા પબ્લિક સ્કૂલના ખેલાડીઓ રાષ્ટ્રીયકક્ષા એ ચમક્યા

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.24-05-2022

           ગત તા. ૧૨/૦૫/૨૦૨૨ થી ૧૬/૦૫/૨૦૨૨ સુધી ૧૩ મી નેશનલ ટેક્વેંડો ચેમ્પિયનશિપ-૨૦૨૨ નું આયોજન મધ્યપ્રદેશ(ઉજ્જૈન) ખાતે કરવામાં આવેલ હતું જેમાં મોરબી નવજીવન વિધાલય ના ખેલાડીઓએ ભાગ લીધેલ હતો જેમાં ૩-ગોલ્ડ મેડલ (૧.જતાપરા શુભમ,પ્રજાપતિ રોનક, પટેલ પ્રિન્સ ૨,ટિંબલ ટીનુ,વાઘેલા હેતલ,ભરાડીયા લીના ૩.ખટાણા મીત) ૨-સિલ્વર મેડલ (૧.રોનક પ્રજાપતી ૨.પ્રીતિ મહિયા) ૨-બ્રોઝ મેડલ ૧.વાઘેલા હેતલ,  ૨.ગૌસ્વામી યશગીરી  કુલ ૭-મેડલ  જીતી ગુજરાત રાજ્ય અને મોરબી જિલ્લાનું નામ રોશન કરવા બદલ જિલ્લા રમત વિકાસ અધિકારી રવિભાઈ ચૌહાણ, શાળાના કેમ્પસ ડાયરેક્ટર ડી.બી.પાડલીયા સાહેબ, હાર્દિકભાઈ પાડલિયા તેમજ બ્રિજેશભાઈ ઝાલરીયા એ ખેલાડીઓ તેમજ કોચને અભિનંદન પાઠવી આંતરરાસ્તરીય સ્તરે સમગ્ર ભારત દેશનું નામ રોશન કરે તેવી શુભેચ્છા પાઠવી છે.