મોરબી જીલ્લામાં પીજીવીસીએલએ પકડી 97.13 લાખની વીજચોરી

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.23-05-2022

મોરબી જીલ્લામાં વીજચોરી રોકવા માટે પીજીવીસીએલ ટીમે ચેકિંગમાં ગઇ હતી અને કુલ 30 ટીમો બનાવી સમગ્ર જીલ્લામાં ચેકિંગ હાથ ધર્યું હતું જેમાં મકાન, કોમર્શીયલ અને ખેતીવાડી કનેક્શનમાં મળીને કુલ 348 સ્થળોએ વિજચોરી સામે આવી હતી જેથી અધિકારીના કહેવા પ્રમાણે 97.13 લાખની વીજચોરી સામે આવી છે.

જીલ્લામાં પીજીવીસીએલની ટીમો ત્રાટકી હતી અને છેલ્લા પાંચ દિવસમાં વીજ ચેકિંગ દરમ્યાન જામનગર, ભુજ, અંજાર અને મોરબીની 30 ટીમોએ વીજ ચેકિંગ કર્યુ હતું તે સમયે હળવદ, ચરાડવા, સરા, વાંકાનેર, માળિયા, ટંકારા અને મોરબી શહેરમાં વીજ ચોરી સામે આવી હતી રહેણાંકના 2926, કોમર્શીયલ 30 અને ખેતીવાડીના 30 મળીને કુલ 2966 વીજ કનેક્શન ચેક કર્યા હતા જેમાં 348 વીજ કનેક્શનમાં વીજચોરી સામે આવી છે હત જેથી કુલ 97.13 લાખની વીજચોરી પકડવામાં આવી છે.