સામખીયાળી-મોરબી હાઇવે પર પાંચ લાખના ચોરાયેલા લોખંડના સળીયાનો જથ્થો ઝડપાયો : પોલીસ કાર્યવાહી

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.21-05-2022

બોર્ડર રેન્જ આઇ.જી.પી. જે.આર.મોથલીયા સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયા પૂર્વ કચ્છ, ગાંધીધામ તરફથી જિલ્લામાં બનતા મિલ્કત સંબંધી ગુનાઓના બનાવો શોધી કાઢવા તથા અટકાવવા સારૂ જરૂરી સુચના આપેલ જેથી ગઇકાલે એમ.એન.રાણા પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. નાઓની સાથે એલ.સી.બી. ટીમ સામખીયાળી લાકડીયા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી દરમ્યાન બાતમી હકીકત મળેલ કે રોહિતભાઇ મગનભાઇ મસુરીયા (રહે. જંગી તા. ભચાઉ) પોતાના કબ્જા ભોગવટાના સામખીયાળીથી મોરબી હાઇવે રોડ ઉપર આશિર્વાદ હોટલ નજીક આવેલ વરંડામાં હાઇવે ઉપરથી લોખંડના સળીયા ભરી પસાર થતી ટ્રકોનાં ડ્રાઇવરો સાથે મળી લોખંડના સળીયા ઉતારી ચોરી કરી વેચાણ કરે છે

અને લોખંડ સળીયાનો જથ્થો વરંડામાં રાખે છે. જે આધારે આ જગ્યાએ રેઇડ કરતા રોહિતભાઇ મગનભાઇ મસુરીયા હાજર મળી આવેલ અને વરંડામાં રાખેલ લોખંડનાં સળીયાનાં જથ્થાન બાબતે કોઇ આધાર પુરાવા કે સંતોષકારક જવાબ નહીં આપતા આ લોખંડનના સળીયા ચોરી કે છળકપટથી મેળવેલ હોય નીચે મુજબનો જથ્થો સી.આર.પી.સી. કલમ-102 મુજબ કબ્જે કરી તથા હાજર મળી આવેલ ઇસમને સી.આર.પી.સી. કલમ-41 (1) ડી તળે અટકાયત કરી જે અંગે લાકડીયા પોલીસ સ્ટેશનમાં નોંધ કરાવી આગળની તપાસ એલ.સી.બી. દ્વારા ચલાવવામાં આવે છે.અલગ અલગ સાઇઝ (એમ.એમ.)નાં લોખંડના સળીયાની ભારી નંગ 104 વજન 7550 મેટ્રીક ટન કિ. રૂા. 5,28,000 તથા મોબાઇલ ફોન નંગ 1 કિ. 10,000 મુદ્દામાલ કબ્જે કરેલ છે. આ કામગીરી લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેકટર એમ.એન.રાણા તથા એલ.સી.બી. સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.