બોર્ડની પરીક્ષાનો પ્રારંભ, કુમકુમ તિલકથી પરીક્ષાર્થીઓનું સ્વાગત

બે વર્ષ બાદ વર્ગખંડમાં પરીક્ષા લેવાતા શાળાઓમાં વિદ્યાર્થીઓને અપાયું હળવું વાતાવરણ: વિદ્યાર્થીઓમાં જોવા મળતો ઉત્સાહ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.28-03-2022

સૌરાષ્ટ્રમાં ધો-10 અને ધો-12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે. રાજકોટ જિલ્લામાં 76 હજારથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યાં છે. બે વર્ષ બાદ પરીક્ષા આપતા વિદ્યાર્થીઓનું પરીક્ષા કેન્દ્રમાં કુમકુમ તિલક કરી અને મો મીઠાં કરાવી પ્રવેશ આપવામાં આવ્યો હતો. બે વર્ષ પછી પ્રત્યક્ષ પરીક્ષા આપતા છાત્રો ગભરામણ ન અનુભવે તેવો માહોલ તંત્ર દ્વારા તૈયાર કરતા વિદ્યાર્થીઓ હળવા મૂળમાં જણાતા હતા અને શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષાનો પ્રારંભ થયો હતો. ધો.10માં આજે પ્રથમ દિવસે ગુજરાતીનું, ધો-12 કોમર્સમાં નામાના મૂળતત્વો અને ધો-12 સાયન્સમાં ભૌતિક વિજ્ઞાનનું પેપર લેવાયું હતું. રાજકોટમાં ધો-10 અને 12ના કુલ 77230 વિદ્યાર્થી માટે 2292 બ્લોકમાં બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે.

ગુજરાતના તમામ પરીક્ષા કેન્દ્રોમાં સીસીટીવીની વ્યવસ્થા છે અને સાથે દરેક કેન્દ્રમાં સીસીટીવી રેકોર્ડિંગનું સુપરવિઝન પણ કરવામા આવશે. સંવેદનશીલ અને અતિસંવેદનશીલ કેન્દ્રો પર જિલ્લા લેવલે સ્કવોડ મોકલાશે અને દરેક જિલ્લામાં કલેકટર દ્વારા વર્ગ 1-2ના અધિકારીઓને પરીક્ષા સ્થળનું મોનિટરિંગ સોંપવામા આવ્યુ છે.ધો.10ની પરીક્ષા રાજયના 81 ઝોનમાં 958 કેન્દ્રોમાં 3182 બિલ્ડીંગોના 33321 બ્લોકમાં લેવાશે.ધો.12 સામાન્ય પ્રવાહ અને સાયન્સની પરીક્ષા રાજ્યના 56 ઝોનમાં 667 કેન્દ્રોમા 1912 બિલ્ડીંગમાં 19026 બ્લોકમાં લેવાશે. આ વર્ષ ધો.10માં દોઢ લાખ જેટલા વિદ્યાર્થી ઘટતા 9,64,529 વિદ્યાર્થી નોંધાયા છે.

ધો.10ની પરીક્ષા સવારે 10થી બપોરના 13:15 સુધી લેવાશે. ધો.12 સામાન્ય પ્રવાહમાં 4,25,843 વિદ્યાર્થી નોંધાયા છે અને કેટલાક વિષયોની પરીક્ષા સવેરા 10:30થઈ 1:45 તેમજ મોટા ભાગના વિષયોની

પરીક્ષા બપોરના 3થી સાંજના 6:15 સુધી છે. ધો.12 સાયન્સમાં 1,08,067 વિદ્યાર્થીઓ છે.12 સાયન્સની પરીક્ષા બપોરના 3થી સાંજના 6:30 સુધી લેવાશે. બોર્ડ પરીક્ષા 12 એપ્રિલ સુધી ચાલશે.રાજ્યમાં અમદાવા સહિતના મુખ્ય ચાર શહેરના સેન્ટ્રલ જેલ કેન્દ્રો ખાતેથી પણ ધો.10-12ની પરીક્ષા જેલના કેદીઓ આપશે અને 122 કેદીઓ પરીક્ષા માટે નોંધાયા છે.મોબાઈલ એપ્લિકેશન દ્વારા પ્રશ્નપત્ર મોનિટરિંગ કામગીરી થશે.

પરીક્ષા આપવા જતાં બોર્ડના વિદ્યાર્થી ટ્રાફિકમાં અટવાઈ તો પોલીસ દ્વારા ખાસ હેલ્પલાઇન

આજથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા શરૂૂ થઈ ગઈ છે. ત્યારે પરિક્ષા આપવા જતા બોર્ડના વિધાર્થી માટે રાજકોટમાં ટ્રાફિક પોલીસ દ્વારા ખાસ હેલ્પલાઇન શરુ કરવમાં આવી છે. ઇન્ચાર્જ પોલીસ કમિશનર ખુરશીદ અહમદની સુચનાથી ટ્રાફિક શાખાના એ.સી.પી વી.આર.મલ્હોત્રા અને તેમની ટીમે પરિક્ષા આપવા જતા બોર્ડના કોઈ વિધાર્થી જો ટ્રાફિકમાં અટવાઈ જાય અને સમયસર પરિક્ષા કેન્દ્ર ઉપર પહોચવામાં મુશ્કેલી પડે તો ટ્રાફિકમાં ફસાયેલા છાત્રોને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવામાં ટ્રાફિક પોલીસ મદદ કરશે. ટ્રાફિક પોલીસ દ્વારા હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યા છે. ટ્રાફિક ક્ધટ્રોલ રૂૂમના કોન નંબર 9054335925 ઉપર ફોન કરવાથી જે જગ્યાએ વિધાર્થી અટવાયા હશે ત્યાં નજીકના ટ્રાફિક પોલીસના સ્ટાફને જાણ કરવમાં આવશે ને આ સ્ટાફ તાત્કાલીક ત્યાં પહોંચી વિધાર્થીને તેના પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવામાં મદદ કરશે. આ પરીક્ષાર્થીઓને પરીક્ષા કેન્દ્ર પર પહોંચતા પહેલા રસ્તામાં કોઇ વાહનની યાત્રીક ખરાબી કે ના કારણે પરિક્ષા કેન્દ્ર પર પહોંચવામાં તકલીફ ઉદભવે તો રાજકોટ ટ્રાફિક પોલીસ તાત્કાલીક આવા વિધાર્થીની મદદ કરશે.