9 રાજ્યમાં હિન્દુઓને લઘુમતીનો દરજ્જો આપવાનો માર્ગ મોકળો

રાજ્યો ધાર્મિક, ભાષાકીય લઘુમતી જાહેર કરવાનો અધિકાર ધરાવતા હોવાનું સુપ્રીમમાં સોગંદનામું

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.28-03-2022

કેન્દ્રસરકારે નવ રાજ્યમાં હિન્દુઓને લઘુમતિનો દરજ્જો આપવા બાબતે સુપ્રિમ કોર્ટમાં સોગંદનામું દાખલ કર્યું છે. કેન્દ્રસરકારે સુપ્રિમ કોર્ટમાં સોગંદનામા દ્વારા જણાવ્યું છે કે, રાજ્યસરકારો હિન્દુઓને લઘુમતિ જાહેર કરવાનો અધિકાર ધરાવે છે. કેન્દ્રસરકારે એમ પણ જણાવ્યું હતું કે, જમ્મુ કાશ્મીર, મિઝોરમ, નાગાલેન્ડ, મણીપુર, મેઘાલય, અરૂણાચલ પ્રદેશ, પંજાબ, લક્ષદ્વીપ, લદાખ રાજ્ય કક્ષાએ લઘુમતી વર્ગની ઓળખાણ માટે જરૂરી દિશા નિર્દેશ આપી શકે છે.

કેન્દ્ર સરકારે જણાવ્યું હતુંકે, રોપરોક્ત રાજ્યોમાં હિન્દુ, જૈનસમાજો પોતાની પસંદગીની શિક્ષણ સંસ્થાઓ ઉભી કરી શકે છે. સોગંદનામામાં કેન્દ્રએ જણાવ્યું છે કે, મહારાષ્ટ્ર સરકારે 2016માં યહુદીઓને લઘુમતિ વર્ગ જાહેર કર્યો હતો. જમ્મુ કાશ્મીર, મિઝોરમ, નાગાલેન્ડ, મણીપુર, મેઘાલય, અરૂણાચલ પ્રદેશ, પંજાબ, લક્ષદ્વીપ, લદાખમાં હિન્દુ, યહુદી ધર્મના અનુયાયીઓ પોતાની પસંદગીની શૈક્ષણીક સંસ્થાઓ સ્થાપી સંચાલન કરી શકતા નથી. એ વાત સાચી નથી.

કેન્દ્ર સરકારે સુપ્રિમ કોર્ટને માહિતી આપી હતી. કે રાજ્યસરકારો તેમની શરહદમાં હિન્દુ સહિત ધાર્મિક અને ભાષાકીય સમુદાયોને લઘુમતિ જાહેર કરી શકે છે.

દિલ્હીના એક વકીલ અશ્ર્વિની કુમાર ઉપાદ્યાય દ્વારા દાખલ કરવામાં આવેલી એક અરજીના જવાબમાં કેન્દ્રસરકારે આ સોગનનામું કર્યું છે. અરજદારે લઘુમતિ શિક્ષણ સંસ્થાઓ માટે રાષ્ટ્રીય આયો અધિનિયમ 2004ની કલમ બે (એફ)ની કાયદેસરતાને પડકાર ફેંક્યો હતો. અરજદારના દાવા મુજબ આ જોગવાઈ કેન્દ્રને અમાપ સત્તા આપે છે. જે સ્પષ્ટપણે અતાર્કિક અને મનમાની કરવાની છૂટ આપે છે.

અરજદારોએ દેશના જૂદા જૂદા રાજ્યોમાં લઘુમતિઓની ઓળખ માટે દિશા નિર્દેશ નક્કી કરવા આદેશ આપવા માગણી કરી હતી. તેની દલીલ મુજબ દેશમાં ઓછામાં ઓછા દસ રાજ્યોમાં હિન્દુ પણ લઘુમતિમાં છે. તેમને લઘુમતિની યોજનાઓનો લાભ મળતો નથી લઘુમતિ બાબતોના મંત્રાલયે જવાબ આપ્યો છે કે, હિન્દુ, યહુદી, બહાઈ ધર્મના અનુયાઈઓ ઉપરોક્ત રાજ્યોમાં પોતાની શૈક્ષણીક સંસ્થાઓ સ્થાપી શકે છે.

નોંધ પાત્ર છે કે, 7 જાન્યુઆરીએ સુપ્રિમ કોર્ટે સોગનનામું રજૂ કરવા ચાર સપ્તાહ આપ્યા હતા. એ પછી 31 જાન્યુઆરીએ સુપ્રિમ કોર્ટે કેન્દ્રને 7500 રૂપિયાનો દંડ કર્યો હતો.