મોરબીમાં ધો.10 અને ધો.12ના પરીક્ષાર્થી ઓને અધિકારીઓ દ્વારા કુમકુમ તિલકથી આવકાર

વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા નિવાસી કલેકટર અને પ્રાંત અધિકારી સહિતની ઉપસ્થિતિ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.28-03-2022

મોરબી જિલ્લામાં આજથી ધો.10 અને 12 ની બોર્ડની પરીક્ષાઓનો પ્રારંભ થયો છે ત્યારે જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડા સહિતના જીલ્લા શિક્ષણ અધિકારી,પ્રાંત અધિકારી સહિત ના અધિકારીઓ દ્વારા કુમકુમ તિલક કરી શુકનવંતા આવકારથી વિદ્યાર્થીઓને આવકાર આપી બોર્ડની પરીક્ષાનો શુભારંભ કરાયો હતો, વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તે મુજબ જિલ્લા વહીવટી તંત્ર અને શિક્ષણ તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે. નિરીક્ષકોની નિમણુક,સ્થાનિક સ્કવોડ,પરીક્ષા બ્લોક

અંગેની તૈયારીઓ સાથે સાથે વિદ્યાર્થીઓના પ્રશ્નોના નિરાકરણ માટે કંટ્રોલ રૂૂમ શરૂૂ કરવામાં આવ્યો છે.

રાજ્યની સાથે મોરબી જિલ્લામાં પણ આજ રોજ તા.28 માર્ચથી ધો.10 અને ધો.12ની બોર્ડની પરીક્ષા શરૂૂ કરવામાં આવેલ છે.અને તંત્ર દ્વારા બોર્ડની પરીક્ષાની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. જેમાં જિલ્લાની કુલ 75 બિલ્ડીંગના 787 બ્લોકમાં બોર્ડની પરીક્ષા શરૂૂ થશે અને મોરબી જિલ્લાના કુલ 20570 વિદ્યાર્થીઓ ધો.10, 12ની પરીક્ષા આપવા સજ્જ બન્યા છે.