ઉઝબેકિસ્તાનથી ‘હવસ ગુરૂહી સંગીત’ ગ્રુપ હેમુ ગઢવી હોલની મુલાકાતે આવ્યું, શાનદાર પરફોર્મસ રજુ કર્યું

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.26-03-2022

રાજકોટ, તા. 26, તાશ્કંદ ( ઉઝબેકિસ્તાન) થી રાજકોટ નાં હેમુ ગઢવી સભાગૃહ ખાતે પરફોર્મન્સ આપવા આવેલા હવાસ ગુરુહી સંગીત ગ્રૂપે આજરોજ રાજકોટ ખાતે આવેલ ખાદી ગ્રામ ઉદ્યોગ ભવન ની મુલાકાત લીધી હતી ત્યારે ભવન નાં જનરલ મેનેજર જીતેન્દ્ર ભાઈ શુક્લ એ તેમનું સ્વાગત સૂતર ની આટી પહેરાવી કરેલ અને તેમના દ્વારા ભવનની વિવિધ પ્રવૃત્તિ વિશે વિસ્તૃત માહિતી આપવા માં આવેલ આ માહિતી જાણી આવેલ બધાજ કલાકારો ખુબજ પ્રભાવિત થયા હતા.
સંગીત ને ભાષા કે સરહદ નડતા નથી તેનું આ ગ્રુપ ઉત્તમ ઉદાહરણ છે, આ ગ્રુપ નાં કલાકારો એક જ ફેમિલીનાં છે અને તેમને હિન્દી, તેલગુ તેમજ ગુજરાતીમાં ગીતો ગાતા જોઈને લોકો આશ્ચર્ય પામે છે ખાસ કરીને આપણાં રાષ્ટ્રપિતા ગાંધીજી ને પ્રિય એવું ભજન ‘વૈષ્ણવ જન તો તેને કહિયે, જે પીડ પરાયી જાણે રે’ ગાતા જોઈને એક ભારતીય તરીકે આપણને ગર્વ થાય કે ભારતીય સંગીતમાં કેવી તાકાત છે કે બીજા દેશના લોકોને પણ આપણી સંગીતરૂપી સંસ્કૃતિને અપનાવા માટે મજબૂર કરી શકે છે, આ તબ્બકે ખાદી ગ્રામ ઉદ્યોગ ભવન ખાતે આ કલાકારો ને રાજકોટમાં સ્ટેજ પૂરું પાડનાર શ્રીમતી મીરાબેન મહેતા અને શ્રી વિમલભાઈ મહેતા ઉપસ્થિત રહયા હતા (તસવીર અને અહેવાલ : પરાગ જે. ભટ્ટ, રાજકોટ)