મીઠાના ગેરકાયદે વીજ જોડાણ રદ નહીં થાય તો અનશનની ચીમકી: દલિત અધિકાર મંચ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.26-03-2022

કડોલ, નેર, અમરસર, ભરૂડિયા, નવાગામ, ખીરસરા, શિકારપુર, જંગી, કાનમેર, ગાગોદર, ભીમદેવકા, જોધપુર વાંઢ, ચીરઇ દરિયાઇ રણ કાંઠા વિસ્તારમાં ગેરકાયદેસર મીઠાંનાં કારખાનાઓમાં વીજ જોડાણ રદ કરવામાં આવે અન્યથા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા ધરણાં પ્રદર્શન કરવામાં આવશે તેવી ચીમકી આપવામાં આવી હતી.

દરિયાઇ રણકાંઠા વિસ્તારમાં ગેરકાયદેસર મીઠાનો મોટો કારોબાર થઇ રહ્યો છે.તે મીઠાંનાં કારખાનાઓમાં ગેરકાયદેસર વીજ જોડાણ આપવામાં આવ્યા છે તે તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે તેવી માંગ સાથે મંચના પ્રદેશ ઉપપ્રમુખ નરેશ મહેશ્વરીએ અંજાર પીજીવીસીએલના અધીક્ષક ઇજનેરને આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, વર્ષોથી કરોડો રૂપિયાનું મીઠું કાઢ્યા બાદ’ કલેક્ટર દ્વારા હાઇકોર્ટે હુકમ કરવામાં આવ્યો છે તેની અમલવારી માટે પણ કલેક્ટરને લેખિતમાં જાણ કરી છે.

ભચાઉ પીજીવીસીએલ દ્વારા ગુજરાતમાં સૌથી વધુ ભ્રષ્ટાચાર સરકારી મીઠાંનાં કારખાનાંઓમાં વીજજોડાણ આપવામાં આચરાયો હોવાનો આક્ષેપ છે. આમ છતાં માંગને સ્વીકારવામાં નહીં આવે. લોકહીત માટે અમો કચેરી બહાર દિન-10 બાદ અનશન ઉપવાસ ઉપર બેસી ચોક્કસ નિર્ણય ન આવે ત્યાં સુધી અચોક્કસ મુદ્દત સુધી ધરણા કરવામાં આવશે તેવું પત્રમાં જણાવ્યું હતું.