નવલખીથી હિંમતનગર મોકલાતા ઇન્ડોનેશીયા કોલમાં ભેળસેળ કરનારા 10 ટ્રક-ડમ્પરના ડ્રાઈવર-માલિકોની સામે ગુનો નોંધાયો

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.26-03-2022

મોરબી નજીકના નવલખી પોર્ટ ઉપરથી વાસુકી ટ્રેડલીંક કંપનીમાંથી જુદાજુદા 10 ટ્રક અને ડમ્પરમાં ઇન્ડોનેશીયા કોલ ભરવામાં આવ્યો હતો. આ કોલને હિમતનગર ખાતે આવેલ અંબુજા એક્ષ્પર્ટ લી. કંપનીમાં પહોચડવાનો હતો પણ રસ્તામાં ઉચ્ચી ગુણવતાનો કોલ કાઢીને તેની જગ્યાએ ટ્રક અને ડમ્પરમાં માટીની ભેળસેળ કરવામાં આવી હતી જેથી કંપનીના કર્મચારી દ્વારા માળીયા મિયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જે 10 ટ્રક અને ડમ્પરમાં કોલ ભરીને રવાના કરવામાં આવ્યો હતો તેના ડ્રાઈવર અને માલિક સહિતના સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ રાજકોટના નવલનગર શેરી નં.-3 માં “મહાકાળી ભુવન” ખાતે રહેતા જસ્મીનભાઇ બાલશંકર માઢક રાજગોર બ્રાહ્મણ (ઉ.45) એ હાલમાં ટ્રક નં.- જીજે 10 ટિયું 8431 ના ચાલક કાળુભાઇ, ટ્રક નં. જીજે 12 એસી 6805 ના ચાલક અને માલીક સુનિલ વિરડા રહે. સોનગઢ તા. માળીયા, 3 ટ્રક નં. જીજે 10 ટિટિ 3862 નો ચાલક, ટ્રક નં. જીજે 10 ટીવી 1838 નો ચાલક, ટ્રક નં. જીજે 36 વી 5994 નો ચાલક, ટ્રક નં. જીજે 12 બીડબલ્યુ 5779 નો ચાલક, ટ્રક નં. જીજે 36 ટી 6024 નો ચાલક, ટ્રક નં. જીજે 36 વી 1289 નો ચાલક, ટ્રક નં. જીજે 36 ટી 5994 નો ચાલક અને વિરાટ લોજીસ્ટીક વાળા દિપક વશરામભાઇ રહે.

વોર્ડ નં.-8, ઓસલો સર્કલ, ગાંધીધામ તેમજ તપાસમાં ખુલે તે તમામની સામે ફરિયાદ નોંધાવી છે.જેમાં તેને જણાવ્યુ છે કે, તા.3/3 થી 9/3 દરમ્યાન નવલખી પોર્ટથી અંબુજા એક્ષ્પર્ટ લી. કંપની હિમતનગર ખાતે કોલસો ભરીને રવાના કરવામાં આવ્યો હતો ત્યારે આરોપીએ તેના ટ્રક અને ડમ્પરના ચાલકોએ વાસુકી ટ્રેડલીંક પ્રા.લી. નવલખી પોર્ટ ખાતેથી ભરેલ ઇન્ડોનેશીયા કોલમાં ભેળસેળ કરી હતી અને 3400 જીસીવીની ગુણવંતા વાળો કોલસો ભરી અંબુજા એક્ષ્પર્ટ લી.કંપની હિમતનગર ખાતે પહોચાડવા માટે ટ્રક અને ડમ્પરને રવાના કરવામાં આવ્યા હતા દરમ્યાન જેતે સ્થિતીમાં પહોચડવાની જવાબદારી આરોપીઓની હતી.

જો કે તે જવાબદારી નહી નિભાવી દશ ટ્રકમાં ભરેલ કુલ 353 મેટ્રીકટન અને 100 કિ.ગ્રા. કુલ કિંમત 22,56,768 ના કોલસામાં પરિવહન દરમ્યાન ટ્રક અને ડમ્પર ઉપર બાંધેલ તાલપતરી તથા રસ્સા ઉપર મારેલ સીલ તોડીને બંધપાત્ર ખોલી તેમાંથી ઉચ્ચ ગુણવંતા વાળો કોલસો કાઢી ટ્રકમાં રહેલ બાકીના કોલસામાં હલકી ગુણવતા વાળો કોલસા અને માટીની ભેળસેળ કરી હતી અને વિશ્વાસઘાત કરેલ છે. જેથી પોલીસે યુવાનની ફરિયાદ લઈને  ઇપીસી કલમ 407, 461, 462, 114 મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે. તપાસ એલસીબી પીએસઆઇ કરે છે.