છાત્રોને ઈ-વ્હીકલ ખરીદવા અપાતી સબસિડી અચાનક બંધ

ગ્રાન્ટનું બહાનું કાઢી સરકારે સબસિડી ચુપચાપ બંધ કરી દીધી

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.26-03-2022

રાજ્ય અને કેન્દ્ર સરકારે ઈલેક્ટ્રીક વાહનોને પ્રોત્સાહન આપવા માટે અનેકવિધ યોજનાઓ બનાવી રહી છે ત્યારે ગુજરાત સરકારે ઈ-બાઈક પરની સબસીડી ચુપચાપ બંધ કરી દીધાનું જાણવા મળી રહ્યું છે. જો કે, ‘જેડા’ની વેબસાઈટ ઉપર આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરાઈ નથી. મળતી માહિતી મુજબ રાજ્યસરકાર દ્વારા વિદ્યાર્થીઓને ઈ-વ્હીકલ ખરીદવા માટે અપાતી રૂા. 12 હજાર સુધીની સબસીડી ગત ગુરૂવારથી જ અચાનક બંધ કરીદેવામાં આવી છે આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી પરંતુ અધિકારી સુત્રોઆ બાબતને સાચી ગણાવી

રહ્યા છે જો કે, કેન્દ્ર સરકાર દ્વારા ઈ-વ્હીકલ ઉપર સબસીડી આપવાનું ચાલુ છે. એક તરફ કેન્દ્ર સરકાર ઇ-વ્હીકલ માટે પ્રોત્સાહક યોજના કાઢી રહી છે, ત્યારે બીજી તરફ રાજ્ય સરકારે ગ્રાન્ટના બહાને વિદ્યાર્થીઓને મળતી સબસીડી બંધ કરવાનો નિર્ણય કર્યો છે. સબસીડી ફરી ક્યારે ચાલુ થશે તે અંગે હજી સુધી કોઈ જાહેરાત કરાઈ નથી. વિદ્યાર્થી માટેનાં જ વાહનો પર સબસીડી કેમ બંધ કરાઈ તે અંગે શોરૂમ સંચાલકોને પણ સરકાર દ્વારા માહિતી અપાઈ નથી.