શિક્ષકોની બદલીના નિયમોમાં ફેરફારને આવકારતું મોરબી શિક્ષક મહાસંઘ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.19-02-2022

અત્યા2 સુધી જે તે જિલ્લામાં ખાલી જગ્યાના 40 ટકા શિક્ષકોને જિલ્લા ફેરબદલીનો લાભ અપાતો હતો જે હવે 100 ટકા જગ્યા પ2 જિલ્લા ફેરબદલીનો લાભ આપવામાં આવશે,જિલ્લા ફેર અરસપરસ અને જિલ્લા આંતરિક અરસપરસ બદલીમાં સંબંધિત શિક્ષકોના વતન હોવા જરૂૂરી હતા તે જોગવાઇ દૂ2 ક2વામાં આવી,10 વર્ષ એક જ જગ્યાએ નોકરી ક2વાની શરતે જે શિક્ષકોને નિમણૂંક આપવામાં આવી છે તેવા શિક્ષકો પાંચ વર્ષ પછી પણ બદલી માટે અરજી કરી શકશે,જે સ2કારી કર્મચારીઓ રાજ્યના એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં બદલીપાત્ર છે તેવા કર્મચારીઓના પતિ કે પત્ની જો સરકારી શાળામાં પ્રાથમિક શિક્ષક કે મુખ્ય શિક્ષક હોય તો તેઓને પ્રતિનિયુક્તિથી મૂકી શકાશે,પતિ/પત્નીના કિસ્સાનો લાભ હવેથી અનુદાનિત સંસ્થાઓ, ગુજરાત સ2કા2ના જાહેર સાહસો, કેન્દ્ર અને રાજ્ય સરકારની સરકારી કંપનીઓના કિસ્સામાં પણ મળવાપાત્ર થશે,બદલીઓના કિસ્સામાં ફરિયાદ નિવારણ માટે ફરિયાદ નિવારણ સમિતિની રચના કરાઇ.

રાજય સરકાર અને શિક્ષણ વિભાગ દ્વારા લેવાયેલ ઐતિહાસિક નિર્ણયો બદલ મોરબી જિલ્લાના પ્રાથમિક શિક્ષકો વતિ રાજય સરકાર, શિક્ષણ વિભાગ, પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ગુજરાત રાજય અધ્યક્ષ ભીખાભાઇ પટેલ ,મહામંત્રી રતુભાઈ ગોળ નો પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ મોરબી જિલ્લા અધ્યક્ષ દિનેશભાઈ વડસોલા, મંત્રી કિરણભાઈ કાચરોલા,સંગઠન મંત્રી હિતેશભાઈ ગોપાણી, પ્રદીપભાઈ કુવાડિયા સી.ઉપાધ્યક્ષ કિરીટભાઈ દેકાવડીયા અને હરદેવભાઈ કાનગડ સહિત તમામ તાલુકા સંગઠન દ્વારા વર્ષોથી પેન્ડિગ રહેલા પ્રશ્નો અને વર્ષોથી બદલીના હુકમ સાથે લઈને ફરતા પણ 10% વાળા નિયમના કારણે છુટા ન્હોતા થઈ શકતા એવા શિક્ષકોમાં હર્ષ અને આનંદની લાગણી થયેલ છે એમ હિતેશભાઈ પાંચોટીયા પ્રચાર મંત્રી રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ – મોરબીની યાદીમાં જણાવાયું છે.