જોડિયા તાલુકા ભાજપ દ્વારા સંત શ્રી શિરોમણી ગુરુ રવિદાસ બાપુની જન્મ જયંતિની ઉજવણી કરાઈ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.16-02-2022

(લલિત નિમાવત દ્વારા) ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ તરફથી આપવામાં આવેલ કાર્યક્રમ સંત રોહિદાસની જન્મ જયંતી નિમિત્તે ભારતીય જનતા પાર્ટી જામનગર જિલ્લો અનુસુચિત જાતિ મોરચા દ્વારા સંત શ્રી શિરોમણી ગુરુ રવિદાસ બાપુ ની જન્મ જયંતી ઉજવણી સપ્તાહ જોડિયા તાલુકામાં ભાદરા પાટિયા ભાજપ કાર્યાલય ખાતે દિપ પ્રાગટ્ય કરી શરૂ કરવમાં આવ્યો હતો જેમાં જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશી ચનિયારા, જિલ્લા અનુ જાતિ મોર્ચાના પ્રમુખ ભીમજી મકવાણા ,તાલુકા ભાજપ પ્રમુખ ભરતભાઈ દલસાણીયા ,જોડિયા તાલુકા મોર્ચાના પ્રમુખ સુરેશભાઈ જાદવ ,જીતુભાઇ વઘેરા પ્રકાશભાઈ ચૌહાણ સહીત સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.