જામનગર: જી.જી. હોસ્પિટલમાં પ્રસુતિ વિભાગમાં પીવાના પાણીની સુવિધા ન હોવાની ફરિયાદ 

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.16-02-2022

(મલકેશ બુધ્ધભટ્ટીદ્વારા) જામનગરની જી.જી. હોસ્પિટલમાં પ્રસુતિ વિભાગમાં આવતા દર્દીઓમાં ત્યાં પીવાના પાણી સુવિધા ન મળતી હોવાની ફરિયાદ ઉઠાવી રહ્યા છે. દર્દીઓના કહેવા મુજબ ત્યાં પીવાનું પાણી બહારથી બોટલ લઈને આવવું પડે છે. આ પ્રસુતિ વિભાગમાં આવતા લોકોને આ વિભાગમાં ક્યાંય પણ પાણીની વ્યયસ્થા ન હોય પરેશાની અનુભવી રહ્યા છે. ત્યારે એક જાગૃત નાગરિકે આ બાબતે તુરંત વ્યવસ્થા કરવા અવાજ ઉઠાવી હોસ્પિટલના સુપ્રિ. ને જાણ કરી લોકોને પડતી અસુવિધા વિષે માહિતગાર કર્યા હતા.