મેઘપર શક્તિ કેન્દ્ર ખાતે ભાજપ કાર્યકરો દ્વારા માઈક્રો ડોનેશન કેમ્પ યોજાયો

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.14-02-2022

(લલિત નિમાવત દ્વારા) જોડિયા તાલુકાના મેઘપર શક્તિ કેન્દ્ર ખાતે મહા અભિયાન કાર્યક્રમ અંતર્ગત માઈક્રો ડોનેશન કેમ્પ, સરલ ફોર્મ, મોદી એપનો કાર્યક્રમ યોજાયો હતો.

જેમાં નીતાબેન પરમાર (પ્રદેશ ભાજપ મહિલા મોરચા મંત્રી), ભરત દલસાણિયા ( પ્રમુખ: તાલુકા ભાજપ, જોડિયા), કિશોર મઢવી ( ઉપ પ્રમુખ: તાલુકા ભાજપ, જોડિયા), પનારા હેમરાજભાઈ ( સંયોજક : શક્તિ કેન્દ્ર મેઘપર), ભરતભાઈ ખોલીયા (સહ સંયોજક શક્તિ કેન્દ્ર, મેઘપર) દયાળજીભાઈ ગોહેલ ( સહ સંયોજક શક્તિ કેન્દ્ર, મેઘપર) તથા ગામના આગેવાનો હાજર રહી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો.