સોનામાં તેજી : 10 ગ્રામનો ભાવ 50000ને પાર

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.12-02-2022

શેરબજારની જેમ સોના-ચાંદીમાં પણ જોરદાર તેજી થઇ હોય તેમ આજે સોનાનો ભાવ 50000ની સપાટીને વટાવી ગયો હતો. સોનામાં 10 ગ્રામે રૂા. 300 તથા ચાંદીમાં રૂા. 1000નો ઉછાળો નોંધાયો હતો. રાજકોટમાં હાજર સોનુ 10 ગ્રામ 50280 હતું. ગઇકાલની સરખામણીએ 300 રૂપિયાનો ઉછાળો સુચવતો હતો. ચાંદીનો ભાવ 1000 વધીને 64200 હતો. ઝવેરીઓના કહેવા પ્રમાણે વિશ્ર્વ બજારમાં સોના-ચાંદી ઉછળતા તેનો સીધો પડઘો ભારતીય માર્કેટમાં પડયો હતો. ક્રુડતેલની વોલાલીટીની પણ અસર વર્તાય હતી. આજે કોમોડીટી એકસચેંજમાં સોનુ 48480 સાંપડયું હતું જયારે ચાંદીનો ભાવ 62500 હતો.