(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.09-02-2022
મોરબી જિલ્લા પોલીસ વડાએ આજે રાતે ધરખમ ફેરફારો કર્યા છે. તેઓએ જિલ્લાના 4 પીઆઇ, 5 પીએસઆઇ અને 24 પોલીસ કર્મચારીની બદલીના આદેશો છોડ્યા છે. જેમાં એલસીબી પીઆઇને ટ્રાફિક શાખામાં મૂકી દેવાયા છે. જ્યારે લિવ રિઝર્વમાં રહેલા પીઆઇને સિટી બી ડિવિઝનમાં પોસ્ટિંગ અપાયું છે. આ તમામને જૂની જગ્યાએથી તાત્કાલિક છુટા થવાનો હુકમ પણ આપ્યો છે.
મોરબી જિલ્લા પોલીસ વડાએ 4 પીઆઇની બદલીના આદેશ કર્યા છે. જેમાં એલસીબી પીઆઇ વી.બી. જાડેજાની ટ્રાફિક શાખા, મોરબી તાલુકાના એમ.આર.ગોઢાણીયાની એલસીબી, મોરબી સિટી બી ડિવિઝનના વી.એલ. પટેલની મોરબી તાલુકા અને લિવ રિઝર્વમાં રહેલા પી.એ.દેકાવડિયાની મોરબી સિટી બી ડિવિઝનમાં બદલી કરવામાં આવી છે.
આ સાથે 5 પીએસઆઈની બદલી થઈ છે. જેમાં માળિયાના એન.એચ. ચુડાસમાંની એલસીબી શાખા (આર્થિક ગુના નિવારણ), વાંકાનેર સિટીના બી.ડી. જાડેજાની માળિયા, માળિયાના વી.બી. રાયમાંની મોરબી સિટી બી ડિવિઝન,મદદનીશ પોલીસ અધિક્ષક કચેરીના એન.એ.શુક્લાની વાંકાનેર સીટી, મોરબી સિટી બી ડિવિઝનના એમ.પી.સોનારાની મોરબી સિટી એ ડિવિઝનમાં બદલી કરવામાં આવી છે.