મોરબી: રાઇડર્સ ક્લબની બીજી બ્રાન્ચ “સાઈ સેલ્સ એજન્સી-ઈ -બાઈક એન્ડ સાયકલ હબ” નું આજે ભવ્ય ઉદ્ઘાટન

રાઈડર્સ ક્લબના ઓનર દુર્લભજીભાઈ પટેલના આજે જન્મ દિવસે કરાયું બીજી બ્રાન્ચનું મંગલ ઉદ્ઘાટન
બીજી બ્રાન્ચમાં “Simital E-Byke” અને રોડમાસ્ટર સાયકલની વિશાળ રેન્જ ઉપ્બ્લધ કરવામાં આવી

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.09-02-2022

મોરબીની પ્રખ્યાત રાઇડર્સ ક્લબની બીજી બ્રાન્ચનું મહેન્દ્ર નગર, રામધન આશ્રમ સામે શિવ કોમ્પ્લેક્ષ મુકામે આજે તા. 9-2-2022 ના રોજ સંવત 2078, મહા સુદ-8ના રોજ “Sai Sales Agency E-Byke & Cycle” બ્રાન્ચનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે.

આ પ્રસંગે રાઈડર્સ ક્લબના ઓનર દુર્લભજીભાઈ પટેલ મો. 9586265800, તેઓનો જન્મ દિવસ હોઈ તેઓના જન્મ દિવસ નિમિતે રાઈડર્સ ક્લબના એસોશીએટ્સ દ્વારા બીજી બ્રાન્ચનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

મહેન્દ્રનગર ખાતે શરૂ થયેલ આ બ્રાન્ચમાં “Smital E-Byke” ઈ-સ્કૂટર તથા રોડમાસ્ટર કંપનીની સાયકલની વિશાળ શ્રેણી ઉપલબ્ધ કરવામાં આવી છે. જેની વધુ વિગત જાણવા કસ્ટમર કેર નં. 9687299959, તથા હરેશભાઇ પારેખ: 90992 92299 પર સંપર્ક કરી શકાશે.

આ પ્રસંગે નકલંક ધામ-બગથળાના શ્રી દામજી ભગત દ્વારા આશીર્વચન પાઠવ્યા હતા. આ કાર્યક્રમમાં રોડ માસ્ટર સાયકલ કંપનીના CEO જ્ઞાનસિંગ, “Smital E-Byke” ના CEO હરીશભાઈ સિંગલા, મંત્રી બ્રિજેશ મેરજા, મોરબીના કલેક્ટર જે.બી. પટેલ, મોરબી જિલ્લા પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, મોરબી શહેર પ્રમુખ લાખાભાઇ જારીયા, નગર પાલિકા ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલા, નગર પાલિકા પ્રમુખ કુસુમબેન પરમાર, ન.પા. ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, જિ.પં. ઉપપ્રમુખ જાનકીબેન કૈલા, જીગ્નેશભાઈ કૈલા, જી.પં. ચેરમેન અજયભાઇ લોરિયા તથા સિરામિકે એસો. ના પ્રમુખ નિલેશભાઈ જેતપરીયા તથા ગ્રાહક સુરક્ષાના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા દુર્લભજીભાઈને જન્મ દિવસની તથા રાઈડર્સ ક્લબની બીજી બ્રાન્ચના મંગલ પ્રારંભની શુભેછા પાઠવી હતી.

આ કાર્યક્રમમાં પધારેલા સૌ મહેમાનનું સ્વાગત અભિવાદન કરી નિમંત્રક સર્વશ્રી રાજુભાઈ આર. ફેફર, સુરેશભાઈ વરસડા, ડી.જી. છનિયારા, હરેશભાઇ પારેખ, રવિભાઈ વસિયાણી , મહેશદાન ગઢવી, ડો. યશ છનિયારા, પ્રિન્સ ફેફર, યશ પારેખ, કિશન વસિયાણી, ધ્રુવ વરસડા, હસમુખ ભૂત, અનિલ દેત્રોજા, હર્મિલ પારેખ, ધાર્મિક વરસડા સહિતના લોકોએ સૌ આમંત્રિત મહેમાનોનો આભાર વ્યક્ત કર્યો હતો.