મોરબી જિલ્લા શિક્ષણ સમિતિ દ્વારા વિદ્યા સહાયકની જગ્યા માટેની અરજીઓ સ્વીકારાશે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.04-02-2022

મોરબી જિલ્લાની જિલ્લા શિક્ષણ સમિતિ દ્વારા ધો. ૧ થી ૫ તથા ધો.૬ થી ૮ માટે વિદ્યા સહાયક જગ્યા માટેની અરજી સ્વીકારવાનું શરૂ કરવામાં આવ્યું છે. આગામી તા. ૦૫/૦૨/૨૦૨૨ થી તા.૧૪/૦૨/૨૦૨૨ ઘટની જગ્યા માટે તથા સામાન્ય જગ્યા માટેની અરજી તા.૦૭/૦૨/૨૦૨૨ થી તા.૧૬/૦૨/૨૦૨૨ દરમિયાન જિલ્લા પંચાયત કચેરી, રૂમ નં-૧૨૭ તથા રૂમ નં-૧૨૯ માં સવારના ૧૧:૦૦ કલાક થી સાંજે ૧૭:૦૦ કલાક સુધી (રવિવાર તથા રજાના દિવસો સિવાય) સ્વીકારવાની વ્યવસ્થા કરવામાં આવેલ છે. ઉમેદવારોએ  ઓનલાઈન અરજી ડાઉનલોડ કરી અરજી જમા કરાવવા અરજદારે પોતે જ આવવાનું રહેશે.

જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીએ અરજી સ્વીકાર કેન્દ્રમાં કોવિડ-૧૯ ની એસ.ઓ.પી. મુજબ વ્યવસ્થા કરેલ છે. જેમાં ધોરણ.૧ થી ૫ ની અરજીઓ રૂમ નં-૧૨૭ તથા ધો. ૬ થી ૮ ની અરજીઓ રૂમ નં-૧૨૯ માં સ્વીકારવામાં આવશે. ભરતી બાબતે મોરબી જિલ્લાનો કંટ્રોલરૂમ નં- ૦૨૮૨૨ ૨૯૯૧૦૬ છે. જેમાં કોઈ પણ પ્રકારની માહિતી ૧૧:૦૦ થી ૧૭:૦૦ કલાક દરમિયાન મેળવી શકાશે.

વ્યવસ્થાના ભાગરૂપે ટોકન મેળવી કોવિડ-૧૯ ની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરી સંપૂર્ણ સહકાર સાથે પોતાની અરજી જમા કરાવવા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે.